Advertisement
Author: નોબત સમાચાર

ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને રાગીની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદીઃ નોંધણી ફરજિયાત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પુરવઠા નિગમ દ્વારા

                                                                                                                                                                                                      

    ખંભાળીયા તા. ૨૦: ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સરકાર દ્વારા સીધી ખરીદી કરવામાં આવશે. જેની નોંધણી કરાવવી ફરજિયાત છે.

ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમના ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર, રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી., મારફતે કરવામાં આવનાર છે. સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન માટે ટેકાનો ભાવ ડાંગર માટે રૂ.૨૩૬૯ પ્રતિ ક્વિ., ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ.૨૩૯૮ ક્વિ., મકાઈ માટે ૨૪૦૦ ક્વિ. બાજરી માટે રૂ.૨૭૭૫ પ્રતિ ક્વિ. ઉપરાંત વધારાનું બોનસ રૂ.૩૦૦ ક્વિ. જુવાર (હાઈબ્રીડ) રૂ.૩૬૯૯ સહિતના નિયત કરવામાં આવ્યા છે.

લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી ગ્રામ્યકક્ષાએ વીસીઈ મારફતે ૩૧ ઓકટો. સુધી કરવામાં આવશે. ડાંગરની ખરીદી તા.૧-૧૧થી તા.૩૧-૧ સુધી મકાઈ, બાજરી, જુવાર, રાગીની ખરીદી તા.૧-૧૧થી તા.૩૦ સુધી કરવામાં આવશે. આ માટે નોંધણી કરાવવા તમામ ખેડૂતો મિત્રોનો અપીલકરવામાં આવે છે. ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન વડે નોંધણી કરવામાં આવશે.

રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને એસએમએસ મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ, ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરાશે. ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હશે તો આપનો ક્રમ રદ્દ થશે અને ખરીદી માટે જાણ નહી કરવામાં આવે. નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નં.૮૫૧૧૧૭૧૭૧૮, ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક કરી શકાશે. તેમ યાદીમાં જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh