Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનેક ગામડાઓમાં વરસાદના વાવડઃ હાલાર પંથકમાં પાંચેક દિ'થી મેઘમહેર
જામનગર તા. ૮: હાલારમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સતત વરસાદ વરસી રહ્યો છે, જો કે તેની ઝડપ ઓછી હોવાથી ખાસ કોઈ સમશ્યા થવા પામી નથી.
હાલારમાં છેલ્લા પાંચેક દિવસથી સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. હાલાર પંથકમાં શનિવારે રાત્રે ધ્રોલ અને જોડીયા બે-બે ઈંચ વરસાદ થયો હતો. હાલાર પંથકમાં પાંચેક દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
શનિવારે રાત્રે જોડીયામાં ૪૬ મીમી અને ધ્રોલમાં ૪૮ મીમી અને કાલાવડમાં ૪૧ મીમી જેટલો સારો વરસાદ થયો હતો. જયારે જામજોધપુરમાં ૧૬ મીમી વરસાદ થયો હતો. આજે સવારે ૬ વાગ્યે પૂરા થતા ૨૪ કલાકમાં જોડીયામાં ૧૭ મીમી, ધ્રોલમાં ૯ મીમી વરસાદ થયો હતો, તો જામનગરમાં ફકત છાંટા પડયા હતાં.
આજ સવારથી પણ વરસાદી માહોલ જળવાયો છે. સતત વરસાદના કારણે અનેક ડેમો છલકાઈ રહ્યા છે. જોડીયા તાલુકાના ભારાણા નજીકનો આજી-૪ ડેમ ૯૦ ટકા ભરાઈ ગયો છે. આથી બાલંભા, રણજીતપર, હીરાપર, મોરાણા, ભરાણા, માધાપર, રામપર, જામસર, ખાણા માણામોરા અને ભિમકટા ગામના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
આ ઉપરાંત કાલાવડ તાલુકાના નિકાવા તાલુકામાં આવેલ ઉંડ-૪ ડેમ ૭૦ ટકા ભરાઈ ગયો છે. આથી નિકાવા, તા. મેઘપર અને ખડ ધોરાજી ગામના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
જામનગર જિલ્લાના ગામડામાં ગઈકાલે છુટોછવાયો વરસાદ થયો હતો. જેમાં જામવણંથલીમાં ૧૦ મીમી, હડીયાણામાં ૧૦ મીમી, બાલંભામાં ૨૮ મીમી, પીઠડમાં ૩૦ મીમી, લતીપુરમાં ૧૫ મીમી, જાવીયા દેવાણીમાં ૧૫, લૈયારામાં ૩૧ મીમી, નિકાવા ૧૦ મીમી, ખરેડીમાં ૧૫ મીમી, મોટા વડાળામાં ૧૫, મીમી, નવાગામમાં ૧૫ મીમી, વાંસજાળીયામાં ૧૫ મીમી થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial