Advertisement
Author: નોબત સમાચાર

'છોટીકાશી'માં શ્રાવણમાસની શનિવારી અમાસે પ્રચંડ શ્રદ્ધાયુક્ત શિવ ઉપાસના સાથે ભક્તિ પર્વ સંપન્ન

                                                                                                                                                                                                      

જામનગર તા ૨૨,  'છોટી કાશી' નું બિરૂૂદ પામેલા જામનગર શહેરમાં શ્રાવણ માસનાં અંતિમ દિન એટલે કુશાગ્રહણી અમાસ અથવા પિઠોરા અમાસ તરીકે ઓળખાતી શ્રાવણી અમાસ શનિવારી પણ હોવાથી ધાર્મિક દ્રષ્ટીએ તેનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.  અમાસનાં પિતૃઓની સદગતિ માટે પીપળે પાણી અર્પણ કરી પ્રાર્થના કરવાની પણ પરંપરા હોય પીપળાનું વૃક્ષ ધરાવતા શિવાલયોમાં વિશેષ ભીડ જોવા મળી હતી. અમાસને અનુલક્ષીને વિવિધ શિવાલયોમાં વિવિધ ઝાંખી તથા મહાઆરતી સહિતનાં આયોજન થયા છે.

કે.વી.રોડ પર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી ભક્તોનું આવાગમન આરંભ થયું હતું. અહીં ગણપતિ, હનુમાનજી તથા કાળ ભૈરવ, ચંડ ભૈરવ અને બટુક ભૈરવ પણ બિરાજમાન હોવાથી શ્રી કાશી વિશ્વનાથનાં આશિષ મેળવવા ઉપરાંત શનિવારે હનુમાન ઉપાસના તથા ભૈરવ ઉપાસના કરવા માટે પણ  ભક્તો પહોંચ્યા હતા. મંદિર પ્રાંગણમાં આવેલ પીપળાનાં વૃક્ષ પર જલ રેડી લોકોએ પૂર્વજોનાં આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

શહેરની સ્થાપના પૂર્વેનાં માનવામાં આવતા પુરાણપ્રસિદ્ધ શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં ભક્તોએ હર હર મહાદેવનો જયઘોષ કર્યો હતો.

અહીં પણ વિરાટકાય સ્વરૂૂપમાં હનુમાનજી બિરાજે છે તથા બટુક ભૈરવજી તથા કાળ ભૈરવ દાદાનુ પણ સ્થાનક હોય શનિવાર અને અમાસનાં શિવ તથા રૂૂદ્વાવતારો તથા શિવગણની ઉપાસના કરવા ભક્તો બહોળી સંખ્યામાં પહોંચ્યા હતાં.

શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરે વિરાટ શિવલિંગ પર જલાભિષેક તથા બિલીપત્ર અર્પણ કરી 'હર હર મહાદેવ' નો નાદ ગૂંજતો કરવામાં આવ્યો હતો.

ટાઉનહોલ નજીક આવેલ સુપ્રસિદ્ધ શ્રી ભીડભંજન મહાદેવ મંદિરે પણ શ્રાવણી અમાસે બહોળી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતાં અને પોતાપોતાની ભીડ ભાંગવા અર્થાત દુઃખ દૂર કરવા ભગવાન શંકરને પ્રાર્થના કરી હતી.

સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે શ્રાવણ મહિનામાં દર સોમવારે ભસ્મ આરતી યોજાય છે, અને ભક્તોને મહાદેવનાં મહાકાલ સ્વરૂૂપનાં દર્શન થાય છે. આજે અમાસ હોવાથી શ્રાવણ મહિનાનાં અંતિમ દિને પણ ભસ્મ આરતી કરવામાં આવી હતી. અહીં પીપળાનું વૃક્ષ પણ હોય ભક્તોએ પિતૃઓની સદગતિ માટે પીપળા પૂજન પણ કર્યુ હતું.

વિવિધ જ્ઞાતિ વિશેષનાં શિવાલયોમાં પણ જ્ઞાતિજનો દ્વારા દેવાધિદેવ મહાદેવની આરાધના માટે વિશેષ શ્રીંગાર, મહાઆરતી, થાળ,ધ્વજારોહણ, મંત્રોચ્ચાર તથા વિશેષ પૂજન સહિતનાં ધર્મકાર્યો યોજાયા હતાં. પંચેશ્વર ટાવર પાસે નાગોરી જ્ઞાતિનાં શ્રી હેમેશ્વર મહાદેવ મંદિરે પણ જ્ઞાતિજનો ઉપરાંત નિત્ય દર્શનાર્થે આવતા ભક્તોએ શિવ આરાધના કરી હતી. લોહાણા મહાજન વાડી સ્થિત શ્રી ભીમાશંકર મહાદેવને પ્રસન્ન કરવા માટે પણ રઘુવંશી બંધુઓ તથા અન્ય શિવ ભક્તો ઉમટ્યા હતાં. એ જ રીતે સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ વડવગરા નાગર જ્ઞાતિનાં શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરે પણ નાગર જ્ઞાતિનાં લોકો તથા અન્ય શિવ ભક્તો પણ ઉમટ્યા હતાં અને જય હાટકેશનો નાદ શ્રદ્ધાપૂર્વક બુલંદ કર્યો હતો.

આમ પ્રાચીન પ્રસિદ્ધ શિવાલયો ઉપરાંત નગરનાં વિવિધ વિસ્તારોમાં આવેલ અનેક શિવમંદિરોમાં ભક્તોએ હર હર મહાદેવનો નાદ ગૂંજતો કરી શ્રાવણ મહિનાનાં ભક્તિ પર્વનું સમાપન કર્યુ હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh