Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દર વર્ષે ૧૬ ઓક્ટોબર વિશ્વભરમાં વિશ્વ સ્પાઈન દિવસ' તરીકે ઉજવવામાં આવે છે જેનો મુખ્ય હેતુ કરોડરજ્જુને માનવશરીરનું મુલ્યવાન અંગ ગણી તેનું યોગ્ય રીતે જતન કરવાનો છે. આ વર્ષે વિશ્વ સ્પાઈન દિવસ *ઈન્વેસ્ટ ઈન યોર સ્પાઇન* થીમ પર ઉજવાઈ રહૃાો છે જેનો હેતુ કરોડરજ્જુના સ્વાસ્થ્ય અને તેને લગતી વિવિધ તકલીફો વિષે જાહેર જનતામાં જાગૃતતા આવે તથા તબીબો દ્વારા આ તકલીફોની સારવાર અંગે માર્ગદર્શન આપી શકાય તેનો છે.
વૈશ્વિક સ્તરે થયેલા અભ્યાસોમાં વિકલાંગતાની દ્રષ્ટિએ કમરનો દુઃખાવો પ્રથમ સ્થાને છે. કમરના દુઃખાવાની તકલીફ શરદી પછી બીજા ક્રમે આવે છે જેના લીધે આપણે વારંવાર ડોક્ટર પાસે જતા હોઈએ છીએ. ૧૦ માંથી ૮ લોકોને તેના પુરા જીવન દરમિયાન કમર અથવા ડોકની પીડા થતી હોય છે. ૫૦ ટકા નોકરિયાત વર્ગ એવો છે કે જેને વર્ષમાં એક વખત તો કમર કે ડોકની પીડાનો અનુભવ થાય છે.
શિવ મલ્ટી-સ્પેશિયાલીટી હોસ્પિટલ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટના નિષ્ણાત અને અનુભવી સ્પાઈન સર્જન ડો. અમિષ સંઘવી જણાવે છે કે, નોકરી કે કામ-ધંધાના સ્થળે ખોટી પદ્ધતિથી કામ કરવું એ ડોકની પીડા પાછળનું સૌથી મોટું કારણ છે. આ ઉપરાંત વધુ વજન ઉચકવું, આગળ વધુ પડતું ઝુકવું કે જમીન પર કોઈ પણ પ્રકારના આધાર વગર લાંબો સમય સુધી બેસી રહેવું જેવી બાબતોને લીધે પણ આ પ્રકારના દુઃખાવા થતા હોય છે. જો આ દુઃખાવામાંથી છુટકારો મેળવવો હોય તો આપણે કામ કરવાની પધ્ધતિ અને આપણી જીવનશૈલીમાં સુધારા કરવા જોઈએ. નોકરી, કામ-ધંધાના સ્થળે એવી રીતે બેસવું જોઈએ કે જેમાં ખુરશી અને ટેબલ બને તેટલા નજીક હોવા જોઈએ અને કમરની પાછળ યોગ્ય ટેકો હોવો જોઈએ. ખુરશી, ટેબલની ઊંચાઈ મુજબ ઉપર-નીચે થઈ શકતી હોવી જોઈએ. વાળેલો ટુવાલ, ઓશીકું કે ગાદીનો વધારાના ટેકા તરીકે ઉપયોગ કરી શકાય. દર ૩૦ મીનીટે તમારી ખુરશી પરથી ૧-૨ મિનિટ માટે ઉભા થઈને ચાલવું જોઈએ અને સ્ટ્રેચિંગ કસરતો કરવી જોઈએ. ડ્રાઇવિંગ દરમિયાન, કમરને યોગ્ય ટેકો મળી રહે તે માટે ડ્રાઈવિંગ સીટને સ્ટીયરીંગની નજીક રાખવી જોઈએ અને બેક રેસ્ટને ૧૦-૧૫ ડિગ્રી નમાવીને બેસવું જોઈએ. સુતી વખતે ઓશીકું તમારી ડોકને યોગ્ય આધાર આપતું હોવું જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial