Advertisement
Author: નોબત સમાચાર

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી...!!

તા. ૨૨-૮-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે.... સ્થાનિક સ્તરે જીએસટી દરોમાં ઘટાડાની તૈયારી, ચોમાસું દેશભરમાં સામાન્યથી સારૂ નીવડી રહ્યું હોઈ કૃષિ, ગ્રામીણ ક્ષેત્રે પ્રોત્સાહક વૃદ્ધિની અપેક્ષા અને ફુગાવો ઘટવાની અપેક્ષા જેવા પોઝિટીવ પરિબળોએ સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવાયો હતો, જો કે વૈશ્વિક મોરચે રશીયા - યુક્રેન વચ્ચે સીઝફાયર કરાવવા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપના દેશોના પ્રયાસો વચ્ચે આ કવાયત હજુ વધુ દિવસો ચાલવાની શકયતા સાથે ટેરિફ મામલે હજુ પડકારો કાયમ રહેતા આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.

ફેડ ચેરમેન જેરોમ પોવેલ આર્થિક દૃષ્ટિકોણ અને સેન્ટ્રલ બેંકના નીતિ માળખા પર બોલાવાના હોઈ એના પર વિશ્વની નજર રહેતા મોટાભાગના ઈન્વેસ્ટરો આગામી મહિને ૨૫ બેઝિઝ પોઈન્ટ ફેડ રેટ ઘટાડાની અપેક્ષા રાખી રહ્યા છે અને ભારતીય આઈટી કંપનીઓ તેમની આવકનો મોટો હિસ્સો યુ.એસ.ના બજારમાંથી મેળવી રહ્યા હોઈ કંપનીઓને પરોક્ષ ફાયદો થવાની અપેક્ષા છે.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૭%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૪૦% અને નેસ્ડેક ૦.૩૪% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૬% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૧% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૨૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૪૨ અને વધનારની સંખ્યા ૧૪૦૮ રહી હતી, ૧૭૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર કેપિટલ ગુડ્સ, ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ડસ્ટ્રીયલ્સ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ ભારત ઇલેક્ટ્રોનીક્સ, મહિન્દ્રા એન્ડ મહુન્દ્રા, બજાજ ફાઈનાન્સ, લાર્સન લિ., ટાઈટન લિ. અને સન ફાર્મા જેવા શેરો ૧.૦૦% થી ૦.૧૦% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે એચસીએલ ટેકનોલોજી, એશિયન પેઈન્ટ્સ, અદાણી પોર્ટસ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટેક મહિન્દ્રા, આઈટીસી લિ. અને એચડીએફસી બેન્ક જેવા શેરો ૧.૫૦% થી ૦.૫૦% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ.૯૯૩૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૯૭૫૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૯૨૭૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૩૬ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૯૯૨૯૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ.૧,૧૩,૭૪૩ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૧૩,૭૪૩ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૧૩,૫૧૩ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૭૬ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૧૩,૬૩૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સેક્ટર સ્પેસિફિક મુવમેન્ટ... આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં તેજી અને ઘટાડો વિવિધ સેક્ટરોમાં અલગ રીતે જોવા મળી શકે છે. મેટલ અને સ્ટીલ સેક્ટર દરમિયાન વૈશ્વિક માંગમાં વધારાને કારણે તેજી જોવા મળી શકે છે, ખાસ કરીને એજ્યૂટોમોબાઈલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા હોટ સ્ટોક્સમાં. બેંકિંગ અને ફાઇનાન્સ સેક્ટર પણ નીતિ સુધારણા અને લોનની વૃદ્ધિના સંકેતોને કારણે સકારાત્મક અસર અનુભવી શકે છે.

બીજી તરફ, એન્જરજી અને આયલ સેક્ટર ચિંતાજનક બની શકે છે, કારણ કે વૈશ્વિક કાચા તેલના ભાવમાં અસ્થિરતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ટેક્સ-સબસિડીમાં ફેરફાર સકારાત્મક દેખાવમાં અડચણ લાવી શકે છે. ટેકનોલોજી સેક્ટર હજુ પણ મિશ્ર પ્રદર્શન આપે છે - છૈં અને ડેટા સેંટર સંબંધિત કંપનીઓમાં તેજી જોવા મળી શકે છે, જ્યારે પરંપરાગત ૈં્ સર્વિસ કંપનીઓમાં ધીમો વધારો જોવા મળી શકે છે.

બજારની ભાવિ દિશા.... મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ ૪ મહિના દરમિયાન ટોચના ૨૦ દેશોમાંથી લગભગ ૭ દેશોમાં ભારતની નિકાસમાં ઘટાડો થયો છે. જોકે અપેક્ષા અનુસાર અમેરિકામાં આયાત જકાત વધે તે પહેલાં જ નિકાસ ૨૨% જેટલી વધી ગઈ છે. ઓગસ્ટના અંત સુધીમાં ૫૦% ડયુટી લાગુ થવાથી આવનારા સમયમાં ભારતની અમેરિકામાં નિકાસમાં ભારે ઘટાડો થઈ શકે છે. વાણિજ્ય વિભાગના ડેટા અનુસાર, એપ્રિલ-જુલાઈ દરમિયાન નેધરલેન્ડ, યુકે, સિંગાપોર, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, ઇટાલી, ફ્રાન્સ અને મલેશિયા જેવા દેશોમાં નિકાસમાં ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ ૪ મહિનામાં ભારતની કુલ વેપારી નિકાસમાં આ ૨૦ દેશોનો હિસ્સો ૬૯% છે.

આ સાથે વર્ષના શરૂના આ મહિનાઓ દરમિયાન ભારતની નિકાસ ૩% વધીને ૧૪૯.૨ અબજ ડોલર થઈ છે, જેમાં યુએસમાં શિપમેન્ટ ૨૨% વધ્યું છે. યુએસ ભારતનું સૌથી મોટું નિકાસ બજાર રહ્યું છે. નિકાસકારો કહે છે કે યુએસ દ્વારા વિવિધ દેશો પર ટેરિફ લાદતા ઉભી થયેલી અનિશ્ચિતતાને કારણે વૈશ્વિક માંગ ધીમી પડવાની શક્યતા છે. જોકે એક્સપોર્ટરો દ્વારા આક્રમક નિકાસને કારણે યુએસમાં ભારતની નિકાસ મજબૂત રહી છે અને ડબલ ડિજિટનો વિકાસ દર જાળવી રાખ્યો છે. યુએસ ખરીદદારો ડયુટી ટાળવા માટે સ્ટોક ઉભો કરી રહ્યાં છે અને ૫૦% ટેક્સ લાદવામાં આવ્યા પછી માંગમાં ધરખમ ઘટાડો થઈ શકે છે.



Advertisement
Advertisement
close
Ank Bandh