Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મિથુન રાશિ સહિત બે રાશિના જાતકોએ નાણાકીય બાબતે ધ્યાન રાખવું, સંતાનના પ્રશ્ને ચિંતા રહે
Aries (મેષ: અ-લ-ઈ)
દિવસ દરમ્યાન આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરી શકો. કામકાજમાં આપને પ્રતિકૂળતા રહે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૪-૯
Taurus (વૃષભ: બ-વ-ઉ)
સિઝનલ ધંધામાં ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. સંતાનના પ્રશ્ને આપે ચિંતા-પરેશાની જણાય. યાત્રા-પ્રવાસ થાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૮
Gemini (મિથુન: ક-છ-ધ)
નાણાકિય લેવડ-દેવડની બાબતમાં આપે સાવધાની રાખવી પડે. કોર્ટ-કચેરીના કામકાજમાં રૂકાવટ રહે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૩
Cancer (કર્ક: ડ-હ)
માનસિક પરિતાપ-વ્યગ્રતા રહે તેમ છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. ખર્ચ થવાની સંભાવના રહે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૪
Leo (સિંહ: મ-ટ)
સામાજિક-વ્યાવહારિક કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં. પરદેશના કામકાજમાં સાવધાની રાખવી.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૧
Virgo (કન્યા: પ-ઠ-ણ)
સહકાર્યવર્ગ-નોકર-ચાકરવર્ગની તકલીફના લીધે કામ કરવામાં મુશ્કેલી જણાય. વાદ-વિવાદથી સંભાળવું પડે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૪-૯
Libra (તુલા: ર-ત)
નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા સતાવ્યા કરે. અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા સતાવ્યા કરે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૭-૫
Scorpio (વૃશ્ચિક: ન-ય)
વાણીની સંયમતા રાખીને આપે શાંતિથી પોતાનું કામકાજ કરી લેવું. પરદેશના કામમાં રૂકાવટ જણાય.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનારવર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે. મિત્રોનો સહકાર મળી રહેે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૫
Capricorn (મકર: ખ-જ)
સંસારિક જીવનમાં વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી આપે સંભાળવું પડે. વિચારોની અસમંજસતા જણાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯
Aquarius (કુંભ: ગ-શ-સ)
રાજકિય-સરકારી કામકાજમાં, ખાતાકિય કામમાં ધ્યાન રાખવું. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૮-૬
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
દિવસ દરમ્યાન આપને શારીરિક-માનસિક અસ્વસ્થતા જણાય. મહત્ત્વના નિર્ણયો લેવામાં આપે સાવધાની રાખવી.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૪