Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનું જનસેવા સંકલ્પ સંમેલન યોજાયું

                                                                                                                                                                                                      

જામનગર શહેર ભાજપ દ્વારા જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે પક્ષ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોનું 'જનસેવા સંકલ્પ' સંમેલન યોજાયું હતું, જેમાં તમામ ૬૪ ઉમેદવારોને રાજકોટના સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલાએ જનસેવાના સંકલ્પ લેવડાવ્યા હતાં. આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, રાજ્યમંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, પ્રભારી ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશભાઈ દવે, ભાવેશભાઈ ઠુંમર, પ્રદેશ સંગઠનના આશાબેન નકુમ, પૂર્વ મેયર વિનોદ ખીમસૂરિયા, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મેયરો, પૂર્વ કોર્પોરેટરો તેમજ શહેર સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ખૂબ બહોળી સંખ્યામાં જોડાયા હતાં તેમ ભારતીય જનતા પાર્ટીના મીડિયા વિભાગના સહકન્વિનર નિકુલદાન ગઢવી તથા કન્વિનર ભાર્ગવ ઠાકરની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh