Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ર૮ માર્ચ, શનિવાર અને ચૈત્ર સુદ દશમનું રાશિફળ

કન્યા સહિત બે રાશિના જાતકોને બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી કામનો ઉકેલ  આવી શકે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

કોર્ટ-કચેરીના કામમાં આપને મુશ્કેલીનો અનુભવ થાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે  નાણાભીડ રહે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૫-૯

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. રાજકિય-સરકારી કામમાં  સાનુકૂળતા રહે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૭

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામ અંગે દોડધામ-શ્રમ જણાય. ધંધામા આવક  જણાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૪-૮

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્ય વર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે.  પરદેશના કામ થાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૨

 

Leo (સિંહ: મ-ટ)

આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામમાં  રૂકાવટ જણાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૭

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનનો  સહકાર મળી રહે.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૧-૪

 

Libra (તુલા: ર-ત)

આપના કાર્યની સાથે બીજું કોઈ કામ, અન્ય સહકર્મીનું કામ આવી જતા કાર્યભાર વધે.  સ્વાસ્થ્ય સાચવવું

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૯

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કાર્યની સાથે સંસ્થાકિય, જાહેરક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો  સાથ મળી રહે.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૨-૫

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તબિયતની અસ્વસ્થનાને લીધે કામ કરવાની ઈચ્છા થાય નહીં. અનિચ્છાએ તથ તમારે કામમાં  જોડાવું પડેે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૧

 

Capricorn (મકર: ખ-જ)

નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે આપે બહારગામ જવાનું બને. બઢતી-બદલીના  કામમાં પ્રગતિ જણાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામ માટે  વ્યસ્તતા-દોડધામ અનુભવાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૭

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. સંતાનના કામમાં વ્યસ્ત  રહેવાનું બની શકે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૮-૪



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh