Advertisement
Author: નોબત સમાચાર

ઈરાનની સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને હજારો મેટ્રિક ટન એલપીજી ભરેલા બે જહાજ ગુજરાત પહોંચ્યા

આજે 'નંદા દેવી' જહાજ વાડીનાર પહોંચ્યું: ગઈકાલે 'શિવાલિક' મુન્દ્રા પહોંચ્યું હતું

                                                                                                                                                                                                      

જામનગર/અમદાવાદ તા. ૧૭: ઈરાનની સ્ટેટ ઓફ હોર્મુઝ પાર કરીને હજારો મે.ટન એલપીજી સાથે એલપીજી ભરેલા બે જહાજ ગુજરાતના બંદરે પહોંચ્યા છે, જે પૈકી એક જહાજ ગઈકાલે મુન્દ્રા અને બીજું જહાજ આજે દ્વારકા જિલ્લાના વાડીનાર બંદરે પહોંચ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર પોર્ટપર વિશાળ નંદા દેવી જહાજ પહોંચી ગયું છે. ઈરાનની સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને ભારતનું બીજુ જહાજ પણ ગુજરાત પહોંચી ગયું છે. નંદા દેવી આજે સફળતાપૂર્વક વાડીનારના કિનારે લેન્ડ થયું છે. નંદા દેવી જહાજનું વાડીનાર પહોંચવું દેશ માટે અત્યંત મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે.

પોર્ટ પ્રશાસન અને કોસ્ટગાર્ડ (તટરક્ષક) ની દેખરેખ હેઠળ જહાજનું સુરક્ષિત એન્કરીંગ કરવામાં આવ્યું છે. વાડીનારના ડીપ વોટર ટર્મિનલ પર હવે કાર્ગો અનલોડીંગની પ્રક્રિયા શરૂ કરવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.

યુદ્ધ વચ્ચે એલપીજી ગેસના જથ્થા સાથે ગઈકાલે એક જહાજ કચ્છના પોર્ટ પર પહોંચ્યું હતું. કચ્છના મુંદ્રા પોર્ટ સાથે આજે વાડીનાર પોર્ટ પર મળી બે મહત્ત્વના ભારતીય જહાજો એલપીજી ગેસનો જથ્થો લઈને આવી ગયા છે. બન્ને જહાજમાં ૯ર,૭૦૦ ટન એલપીજી ગેસ જથ્થો ભારત પહોંચ્યો છે.

ગઈકાલે મુન્દ્રા પોર્ટ પર શિવાલિક જહાજમાં ૪૪ હજાર મેટ્રિક ટન એલપીજી ગેસ લવાયો હતો, જેમાં ર૦ હજાર મેટ્રિક ટન પાઈપ મારફતે પોર્ટ પર ટેન્કમાં રિફિલ કરાયો છે, જ્યારે ર૪ હજાર મેટ્રિક ટનગેસ મેંગ્લોર મોકલવામાં આવશે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝમાં સર્જાયેલી અડચણો વચ્ચે આ ભારત માટે ખૂબ જ રાહતના સમાચાર છે.

ગઈકાલે શિવાલિક નામનું જહાજ બપોર પછી કુલ ૩ ટાઈમ લાઈન બદલાતા મુંદ્રા પોર્ટ પર સાંજે પ વાગ્યે પહોંચ્યું હતું. ભારતીય ધ્વજ ધરાવતું એલપીજી કેરિયર ભારતની મહેનતે હોર્મુઝને સુરક્ષિત રીતે પાર કરી મુદ્રા બંદરે પહોંચ્યું હતું. તો આજે નંદા દેવી જહાજ કંડલા પોર્ટના બદલે વાડીનાર પોર્ટ પર આવી ગયું છે.

નંદા દેવી જહાજમાંથી એલપીજી ગેસ બ્રિઝ અને જગ પ્રતાપ મીની જહાજમાં ટ્રાન્સફર થશે.

ઉલ્લેખનિય છે કે, શિવાલિક જહાજ ૧ માર્ચે તેની સફર પર નીકળ્યું હતું, જે ૮ દિવસમાં ત્યાંથી મુંદ્રા પહોંચી શકે છે, પરંતુ યુદ્ધની સ્થિતિને કારણે જહાજ અટવાઈ રહેતા તેને ૧પ દિવસ જેટલો સમય લાગ્યો હતો. શિવાલિક વેશલ કેપ્ટન સાથે રપ થી વધુ ક્રૂ મેમ્બર સાથે જહાજ મૂંદ્રા પોર્ટ પહોંચ્યું હતું.

એ પણ ઉલ્લેખનિય છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ વિશ્વનો સૌથી મહત્ત્વનો ઊર્જા કોરિડોર છે, જ્યાંથી વિશ્વનો ૩૦ ટકા ઓઈલ અને ગેસનો વેપાર શક્યબ ને છે. ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલા અને ત્યારપછી તેહરાન દ્વારા અપાયેલી વળતી પ્રહારની ધમકીને કારણે આ જળમાર્ગમાં જહાજોની અવરજવર જોખમી બની હતી.

ઈરાને આ સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજોને ચેતવણી આપી હતી, જેના કારણે વૈશ્વિક ટેન્કર ટ્રાફિકમાં મોટો ઘટાડો નોંધાયો હતો. યુદ્ધની તણાવભરી સ્થિતિ હોવા છતાં ઈરાની સત્તાવાળાઓએ ભારતીય ધ્વજ ધરાવતા બે મોટ ગેસ કેરિયર્સ 'શિવાલિક' અને 'નંદા દેવી'ને પસાર થવાની વિશેષ મંજુરી આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh