Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી
જામનગર તા. ૧૧: જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત તેમજ જિલ્લાની ૬ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી આગામી તા. ૨૬-૪-૨૬ના યોજાનાર છે. ચૂંટણીમાં મતદારો નિર્ભયપણે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે અને કોઈપણ પ્રકારના પ્રલોભન વગર નિષ્પક્ષ રીતે આ પ્રક્રિયા પૂર્ણ થાય તે હેતુથી જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટ પી.બી. પંડયા દ્વારા ગુજરાત નશાબંધી અધિનિયમ-૧૯૪૯ની કલમ ૧૪૨(૧) હેઠળ આદેશ જારી કરવામાં આવ્યો છે.
આ હુકમ મુજબ ચૂંટણી સંબંધિત તમામ વિસ્તારોમાં મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પૂર્વેના સમયગાળો તેમજ મત ગણતરીના દિવસને 'ડ્રાય ડે' તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
આ આદેશ અનુસાર જામનગર જિલ્લાના ચૂંટણી વિસ્તારોમાં આવેલી કલબ, સ્ટાર હોટલ, રેસ્ટોરન્ટ અને હોટલ જેઓ દારૂ રાખવા કે પૂરો પાડવાનું લાયસન્સ ધરાવે છે તેમજ વ્યક્તિગત પરમિટ ધરાવતી વ્યક્તિઓ માટે તા. ૨૪-૪-૨૬ના સાંજના ૧૮ કલાકથી તા. ૨૬-૪-૨૬ના રાત્રિના ૨૨ કલાક સુધી અને મત ગણતરીના દિવસે એટલે કે તા. ૨૮-૪-૨૬ના મત ગણતરી પૂર્ણ થઈ પરિણામ જાહેર થાય ત્યાં સુધી દારૂના વેચાણ, વપરાશ અને પીરસવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ પ્રોહિબિશન કાયદા ઉપરાંત ગુજરાત પોલીસ એકટની કલમ-૧૩૫ અને ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial