Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક કોર્પોરેટર પર થયેલા હુમલા પછી હોટલમાં તોડફોડઃ
જામનગર તા. ૧૧: જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં આવેલી ચાની હોટલ પર ધસી ગયેલા ત્રણ શખ્સે હોટલના સંચાલક તથા કારીગરને ગાળો ભાંડી ધમકાવ્યા હતા અને ટેબલ-ખુરશી તોડી નાખ્યા હતા. થોડા દિવસ પહેલાં એક નગરસેવકના કહેવાથી બીજા નગરસેવક પર હુમલો થયો હતો. તેની પોલીસમાં કરાયેલી ફરિયાદનો ખાર રાખી કૃત્ય કરાયાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
જામનગરના દરબારગઢ વિસ્તારથી આગળ આવેલા કાલાવડ નાકા વિસ્તારમાં એસ.એ. નામની ચાની હોટલ ચલાવતા રફીકભાઈ કરીમભાઈ ખીલજી ગઈ તા.ર૦ની રાત્રે પોતાની હોટલ પર હાજર હતા ત્યારે ત્યાં કિસાન ચોક નજીકની સુમરા ચાલીમાં વસવાટ કરતા તબરેઝ ખફી, મહંમદ ઈકબાલ ખફી, સાહિદ ખફી નામના ત્રણ શખ્સ ધસી આવ્યા હતા.
આ ત્રણેય શખ્સે થોડા દિવસ પહેલાં આ વિસ્તારના નગરસેવક અલ્તાફ ખફીના કહેવાથી રફીકભાઈના ભાઈ નગરસેવક અસલમ ખીલજી પર હુમલો કર્યાે હતો અને તેની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ બાબતનો ખાર રાખી તબરેઝ સહિતના ત્રણેય શખ્સે હોટલના કારીગરને તેમજ રફીકભાઈને ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપી હતી. આ વેળાએ અબ્દુલ શેખને ફડાકા મારવામાં આવતા રફીકભાઈ વચ્ચે પડ્યા હતા તેથી તેઓને પણ ગાળો ભાંડી ધમકી આપવા ઉપરાંત હોટલના ટેબલ, ખુરશી તોડી નાખી ત્રણેય શખ્સો નાસી ગયા હતા. આ બનાવની બે સપ્તાહ પછી રફીકભાઈએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial