Advertisement
Author: નોબત સમાચાર

કાળા બજારી-નફાખોરી સામે કલેક્ટરની લાલ આંખ કડક કાયદાકીય કાર્યવાહીની આપી ચેતવણી

બે બાટલાના બુકીંગ વચ્ચેનો સમયગાળો રપ દિવસ કરાયો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગર જિલ્લામાં રાંધણગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. અફવાઓનથી દૂર રહેવા અને બિનજરૂરી સંગ્રહ ન કરવા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે નાગરિકોને અપીલ કરી છે. પુરવઠાનું સંતુલન જાળવવા બે સિલિન્ડરના બુકીંગ વચ્ચે રપ દિવસનો સમયગાળો રાખવા નિર્ણય કરાયો હોવાનું જણાવી તેમણે કાળાબજારી કે વધુ ભાવ વસૂલનારાઓ સામે તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે તેવી ચેતવણી પણ આપી હતી.

જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા ઓઈલ માર્કેટીંગ કંપનીઓ અને ગુજરાત ગેસ લિમિટે સાથે સતત સંકલન સાધીને એલ.પી.જી. અને પી.એન.જી. રાંધણગેસના જથ્થાનું દૈનિક મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. હાલ જામનગર જિલ્લામાં ઘરેલું જરૂરિયાત માટે રાંધણગેસનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો દરેક સ્થળે સરળતાથી મળી રહે તે માટે તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના સૂચન મુજબ જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા બે એલ.પી.જી. સિલિન્ડરના બુકીંગ વચ્ચે રપ દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય પુરવઠાનું સંતુલન જાળવવાનો હોય, જિલ્લાના રહેવાસીઓને ખોટા સમાચારો કે અફવાઓથી ભ્રમિત થઈને રાંધણગેસનો બિનજરૂરી સંગ્રહ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

વધુમાં જિલ્લા પુરવઠા અધિકારી જામનગર દ્વારા જણાવાયું છે કે, એલ.પી.જી.નો અનાધિકૃત સંગ્રહ, કાળાબજારી, નિયત ઉપયોગ સિવાયનો અન્ય ઉપયોગ અથવા નક્કી કરેલી કિંમત કરતા વધુ ભાવ વસૂલવો એ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯પપ અને એલ.પી.જી. કન્ટ્રોલ ઓર્ડર-ર૦૦૦ મુજબ ગંભીર ગુનો બને છે, જેની દરેકે નોંધ લેવી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh