Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રિમાન્ડ નામંજૂર કરી જેલહવાલે કરાયોઃ
જામનગર તા. ૨૮: જામનગરના ડિફેન્સ કોલોની વિસ્તાર પાસે રહેતા એક મહિલાની ત્રણેક દિવસ પહેલા થયેલી હત્યાના બનાવમાં પોલીસે આ મહિલાના પુત્રના મિત્રની આરોપી તરીકે ધરપકડ કર્યા પછી ગઈકાલે તેની પાસે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ આરોપીને જેલહવાલે કરાયો છે.
જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતા રીંકીદેવી બંટુસિંગ કઠીરીયા નામના મહિલાની હત્યા તેના પુત્ર રોહિતના મિત્ર વિજય ઓડીચ નામના શખ્સે કરી નાખ્યાનું ખૂલ્યા પછી પોલીસે રોહિતની ફરિયાદ પરથી ગુન્હો નોંધી વિજય ઓડીચની ધરપકડ કરી હતી.
પોતાના મિત્રના માતા સાથે આડોસંબંધ ધરાવતા વિજય પાસે આ મહિલા અવારનવાર પૈસા માંગતી હોવાનું તેણે કબૂલ્યું હતું. આ શખ્સને ગઈકાલે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે બનાવના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ આરોપીને જેલહવાલે કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial