Advertisement
Author: નોબત સમાચાર

ઓખામાં ડિગ્રી વગર જ ૨૦ વર્ષથી તબીબી પ્રેક્ટિસ કરતો શખ્સ ઝડપાયો

કહેવાતા દવાખાનામાંથી દવા, સાધનો ઝબ્બેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: ઓખામંડળના ભુંગામાં છેલ્લા વીસેક વર્ષથી તબીબ તરીકે પ્રેક્ટિસ કરતા આરંભડાના શખ્સ પાસે ડિગ્રી જ ન હોવાની બાતમી પરથી ગઈકાલે દ્વારકા એસઓજીએ તેના કહેવાતા દવાખાનામાં દરોડો પાડી આ શખ્સની અટકાયત કરી દવા, તબીબી સાધનો કબજે કરી લીધા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખામંડળમાં આવેલા ભુંગા વિસ્તાર પાસે એક સમાજની વાડી નજીક એક શખ્સ દવાખાનુ ચલાવી અજાણ દર્દીઓને તપાસી દવા આપતો હોવાનું અને તેની પાસે ડિગ્રી ન હોવાની બાતમી મળતા ગઈકાલે દેવભૂમિ દ્વારકા એસઓજીની ટીમે પીઆઈ કે.કે. ગોહિલની સૂચનાથી ચકાસણી કરી હતી.

ત્યાં આવેલા એક દવાખાનામાં પહોંચેલી એસઓજી ટીમે દ્વારકાના આરંભડામાં ગાયત્રીનગરમાં રહેતા લલીતભાઈ ગોરધનભાઈ રાબડીયા (ઉ.વ.૪૯) પાસે તેની ડિગ્રી જોવા માંગતા આ શખ્સ પાસે ડિગ્રી જ ન હોવાનું ખૂલ્યું છે અને તેમ છતાં લલીતભાઈ છેલ્લા ૨૦ વર્ષથી ડોક્ટર તરીકે ધીકતી પ્રેક્ટિસ કરતા હોવાનું ખૂલ્યું છે. એસઓજીએ તેના કહેવાતા દવાખાનામાંથી દવા, તબીબી સાધનો કબજે કર્યા છે અને ઓખા મરીન પોલીસ મથકમાં આ શખ્સ સામે મેડિકલ પ્રેક્ટિસનર્સ એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh