Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાપેલી રકમ વ્યાજ સાથે ચૂકવાશેઃ
જામનગર તા. ૧૧: જામનગરના એક આસામીએ હેલ્થ પોલિસી લીધા પછી તેઓના પત્નીને સારવાર લેવી પડતા વળતર મેળવવા કલેઈમ કર્યાે હતો. વીમા કંપનીએ કલેઈમની રકમ કાપી લીધી હતી. તેથી ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે રૂા.દોઢ લાખની રકમ વ્યાજ સાથે ચૂકવી આપવા વીમા કંપનીને આદેશ કર્યાે છે.
જામનગરના અમૃતલાલ હરગોવિંદભાઈ હાલાણીએ ન્યુ ઈન્ડિયા ઈન્સ. કંપની પાસેથી હેલ્થ પોલિસી મેળવી હતી. તે દરમિયાન તેમના પત્નીને અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. સારવારમાં રૂા.૩,૬૪,૯૯૨નો ખર્ચ થયો હતો. તે રકમ માટે કલેઈમ કરવામાં આવતા વીમા કંપની દ્વારા કલેઈમની રકમ કાપવામાં આવી હતી. તેથી અમૃતલાલ હાલાણીએ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ ચાલી જતાં વીમા કંપનીને રૂા.દોઢ લાખ છ ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવા અને ત્રાસ તથા ફરિયાદ ખર્ચના રૂા.પ હજાર પણ અલગથી આપવા હુકમ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ ભાર્ગવ મહેતા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial