Advertisement
Author: નોબત સમાચાર

હાથઉછીની રકમ અપાવવામાં જામીન રહેલા શખ્સે તલવારથી કર્યાે હલ્લો

દેણદારે પૈસા આપવાની ના પાડતા હુમલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગરના એક યુવાને થોડા સમય પહેલાં અન્ય આસામી પાસેથી રૂ।.૪૦ હજાર હાથઉછીના લીધા હતા. જેમાં અન્ય એક શખ્સ જામીન રહ્યો હતો. આ શખ્સે તે પૈસા પોતાને આપી દેવાનું કહી તલવારથી હુમલો કરી ઈજા પહોંચાડતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જામનગરના ખોજાનાકા વિસ્તારમાં આવેલી ટીટોડી વાડી પાસે વસવાટ કરતા અનવરભાઈ મહંમદભાઈ ચરીયા નામના પ્રૌઢે થોડા સમય પહેલાં રૂ।.૪૦ હજાર રાજુભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિ પાસેથી હાથઉછીના મેળવ્યા હતા.

આ રકમ આપતી વેળાએ અનવરભાઈના જામીન તરીકે રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા મુનાફ સીદીક પીંજારા વચ્ચે પડ્યા હતા. તે પછી આ રકમ મને આપી દેજે તેમ મુનાફ પીંજારાએ કહેતા અનવરભાઈએ તે રકમ મુનાફને આપી ન હતી. તેનો ખાર રાખી શનિવારે બપોરે પોતાના ઘર પાસે રહેલા અનવરભાઈ પાસે સ્કૂટરમાં ધસી આવેલા મુનાફે તલવારથી હુમલો કરી બંને હાથમાં ઈજા પહોંચાડી હતી. સિટી એ ડિવિઝનમાં અનવરભાઈએ ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh