Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે નિરીક્ષકો દાવેદારોને સાંભળી અને સેન્સ લેવાશે
જામનગર તા. ૧: જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ આગામી સમયમાં યોજાનાર છે, ત્યારે ભાજપ દ્વારા ચૂંટણી ગતિવિધિ તેજ કરવામાં આવી છે, અને આજે બુધવારે શહેરના તમામ વોર્ડ નં. ૧ થી ૧૬ ની ચૂંટણી માટેના ફોર્મનું શહેર ભાજપ કાર્યાલયથી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આવતીકાલ તા. ર ના નિરીક્ષકો દ્વારા વોર્ડવાઈસ દાવેદારોને નિરીક્ષકો દ્વારા સાંભળવામાં આવશે અને તેમની સેન્સ લેવામાં આવશે.
શહેર ભારતીય જનતા પક્ષની યાદી જણાવે છે કે, તા. ર એપ્રિલના શહેરના વોર્ડ નં. ૧ થી ૮ ના દાવેદારોને ફ્રેન્ડઝ હોલમાં સાંભળવામાં આવશે, જેમાં વોર્ડ નં. ૧ માટે સવારે ૯-૩૦ થી ૧૦-૩૦, વોર્ડ નં. ર માટે ૧૦-૩૦ થી ૧ર, વોર્ડ નં. ૩ માટે બપોરે ૧ર થી ૧-૩૦, વોર્ડ નં. ૪ માટે બપોરે ર-૩૦ થી ૪, વોર્ડ નં. પ માટે સાંજે ૪ થી પ-૩૦, વોર્ડ નં. ૬ માટે પ-૩૦ થી ૭, વોર્ડ નં. ૭ માટે ૭ થી ૮-૩૦ અને વોર્ડ નં. ૮ માટે રાત્રે ૯ થી ૧૦-૩૦ નો સમય રાખવામાં આવ્યો છે.
વોર્ડ નં. ૯ થી ૧૬ માટે તા. ર એપ્રિલના શહેર ભાજપ કાર્યાલયમાં દાવેદારોને સાંભળવામાં આવશે અને તેમની સેન્સ લેવામાં આવશે, જેમાં વોર્ડ નં. ૯ માટે સવાર ૯-૩૦ થી ૧૧, વોર્ડ નં. ૧૦ માટે સવારે ૧૧ થી ૧ર-૩૦, વોર્ડ નં. ૧૧ માટે બપોરે ૧ર-૩૦ થી ર, વોર્ડ નં. ૧ર માટે બપોરે ૩ થી ૪, વોર્ડ નં. ૧૩ માટે ૪ થી પ-૩૦, વોર્ડ નં. ૧૪ માટે પ-૩૦ થી ૭, વોર્ડ નં. ૧પ માટે સાંજે ૭ થી ૮-૩૦ અને વોર્ડ નં. ૧૬ માટે રાત્રે ૯ થી ૧૦-૩૦ નો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial