Advertisement
Author: નોબત સમાચાર

હાપા માર્કેટીંગ યાર્ડ રોડ પર મોટરમાં લઈ જવાતી દારૂની ચાર બોટલ ઝડપાઈ

જામનગરના બે શખ્સની કરી લેવાઈ ધરપકડઃ

                                                                                                                                                                                                       

જામનગર તા. ૧૨: જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડ રોડ પરથી ગઈરાત્રે દોડી જતી એક મોટરમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂના બે ચપલા સાથે જામનગરના બે શખ્સની ધરપકડ કરી છે.

જામનગર નજીકના હાપામાં આવેલા માર્કેટીંગ યાર્ડવાળા રોડ પરથી ગઈરાત્રે અઢી વાગ્યે પસાર થતી જીજે-૫-જેસી ૨૦૩૦ નંબરની ઓડી મોટરને પોલીસે રોકાવી લીધી હતી.

આ મોટરની પોલીસે તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના ચાર ચપલા મળી આવ્યા હતા. પોલીસે ચપલા તથા મોટર કબજે કરી મોટરમાં જઈ રહેલા ગણપતિનગરવાળા અજય જીવરાજ પરમાર તથા દિગ્જામ સર્કલ રોડ પર ગણપતિનગરમાં અક્ષય મગનભાઈ ગોસ્વામી તથા મયુર કરશનભાઈ ગોહિલ નામના બે શખ્સની ધરપકડ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh