Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર, દ્વારકા સહિતના જિલ્લાઓમાં યોજાશે ડ્રાઈવઃ
જામનગર તા. ૧૩: જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓમાં જે વીજ ગ્રાહકોના રૂ।.૫૦૦થી વધુના બીલ બાકી છે તેઓના વીજજોડાણ કાપવા અથવા વીજબીલના નાણા વસૂલવા આગામી મંગળવારની મેગા વીજ ડીસ કનેક્ટ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે.
જામનગરની પશ્ચિમ ગુજરાત વીજ લિમિટેડ કંપનીની વર્તુળ કચેરી દ્વારા જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે વીજ ગ્રાહકોના બીલ બાકી છે તેમની પાસેથી વસૂલાત માટે આગામી તા.૧૭ના દિવસથી મેગા ડિસ કનેકશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર, દ્વારકા ઉપરાંત અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અંજાર, મોરબી, પોરબંદર અને રાજકોટમાં પણ આ ડ્રાઈવ શરૂ થશે.
વીજ કંપનીના કુલ ૨૭૩ સબ ડિવિઝનમાં શરૂ થનારી આ ડ્રાઈવમાં દરેક સબ ડિવિઝનમાં ટેકનિકલ સ્ટાફની ૧૦ની સંખ્યામાં ટીમ તૈયાર કરવામાં આવી રહી છે અને જે વીસ્તારોમાં સૌથી વધુ રકમ બાકી હોય તેવા ટોપ ૨૦૦ની યાદીમાંથી ૨૦ વીજજોડાણ દરેક ટીમને આપવામાં આવશે અને આ ટૂકડીઓ બાકીદારો પાસેથી નાણા વસૂલવા માટે વીજજોડાણ કટ કર્યા પછી નિયમ અનુસાર રી-કનેકશન ચાર્જ મેળવી વીજજોડાણ પૂર્વવત કરી આપશે. રૂ।.૫૦૦ કે તેથી વધુની બાકી રકમ જે ગ્રાહકોએ ભરવાની બાકી છે તેઓએ પોતાના વીજબીલ તાત્કાલિક ભરી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial