Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૨૧ તથા ૨૨ ઓગષ્ટે
ખંભાળીયા તા. ૨૦: ગુજરાતના કચ્છના નડાબેટ થી ૧૫મી ઓગષ્ટે પ્રસ્થાન થયેલ અખંડ ભારત સ્વાભિમાન મંચ દ્વારા આયોજિત સિંદૂર સ્વાભિમાન યાત્રાનું દ્વારકા જિલ્લામાં બે દિવસ માટે આગમન થશે જેનું ભવ્ય આયોજન થયું છે. તા. ૨૧-૮ના ૧૧ વાગ્યે સિંદૂર થીમની સાથે ગાડીઓના કાફલા સાથે આ યાત્રા ખંભાળીયા આવશે, જ્યાં મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે તેનું ભવ્ય સ્વાગત થશે જ્યાંથી વિશાળ બાઈક રેલી સાથે યાત્રા જોધપુર ગેઈટ પહોંચશે જ્યાં જાહેરસભા, સૈનિક સન્માન, રાખી સંગ્રહ, સિંદૂર વૃક્ષ અર્પણ, પોસ્ટકાર્ડ અભિયાન, હસ્તાક્ષર અભિયાન, સિંદૂર સ્વાભિમાન ધ્વજ સ્થાપના, શહીદ રથમાં પુષ્પાંજલી તથા મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર થશે. બપોરે વડત્રા વિશ્વનાથ વેદ પાઠશાળામાં તથા સાંજે ભાટીયામાં દીનદયાળ ચોકમાં, સાંજે દ્વારકામાં હાથી ગેઈટમાં બાઈક રેલીથી સ્વાગત તથા રાત્રે હોમગાર્ડઝ ચોકમાં સભા થશે. તા. ૨૨-૮ ના જગતમંદિરે ધ્વજારોહણ, શહીદ પ્રાર્થનાસભા પછી બપોરે નાગેશ્વર તથા બેટ દ્વારકા સુદર્શન બ્રિજ ઓખા શહેર તથા શિવરાજપુર બીચ પર પણ કાર્યક્રમો યોજાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial