Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રમ્પના ટેરિફની અસર
લંડન તા. રપઃ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફેંકવામાં આવેલા ટેરિફ બોમ્બનો ધૂમાડો હવે તેમની તરફ આવી રહ્યો છે. રવિવારે સમાચાર આવ્યા કે, ભારતે અમેરિકાની ટપાલ સેવાઓ બંધ કરી દીધી છે. હવે યુરોપના દેશોએ પણ આ જ પગલું ભર્યુ છે. ઈટાલી, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ઓસ્ટ્રિયા જેવા ઘણાં યુરોપિયન દેશોએ અમેરિકા જતી ટપાલ સેવાઓ સ્થગિત કરી દીધી છે. સેવા સ્થગિત કરવાનું કારણ ટ્રમ્પના નવા ટેરિફ નિયમો છે. ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી ૩૦-જુલાઈના એક આદેશ આવ્યો હતો, જેમાં ડોલર ૮૦૦ (૭૦ હજાર રૂપિયા) સુધીના માલ પર ટેરિફ મુક્તિ નાબુદ કરવામાં આવી છે. આ મુક્તિ ર૯-ઓગસ્ટથી સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, ભારત ઉપરાંત, યુરોપના દેશો પણ આનો સામનો કરવા માટે પોતાની પદ્ધતિઓ અપનાવી રહ્યાં છે.
ફોક્સ બિઝનેસ અનુસાર, વ્હાઈટ દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં, યુરોપથી અમેરિકા આવતા ફેન્ટાનાઈલ અને અન્ય ગેરકાયદેસર દવાઓને આનું કારણ ગણાવવામાં આવ્યું હતું. યુરોપના સૌથી મોટા શિપિંગ સેવા પ્રદાતાએ શુક્રવારે તેની વેબસાઈટ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ડ્યુશ પોસ્ટ અને ડીએચએલ પાર્સલ જર્મની હવે અમેરિકા જતા વ્યવસાયિક ગ્રાહકો પાસેથી માલ ધરાવતી પાર્સલ અને પોસ્ટલ સામગ્રી સ્વીકારી અને પરિવહન કરી શકશે નહીં. ડીએચએલ અનુસાર આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવશે.
ડીએચએલએ કહ્યું છે કે, પેકેજો પરના તેના પ્રતિબંધો કામચલાઉ રહેશે. ડીએચલના મતે, પોસ્ટલ શિપિંગ માટે યુએસ સત્તાવાળાઓ દ્વારા જરૂરી નવી પ્રક્રિયાઓને કારણે આ જરૂરી છે. જે અગાઉ લાગુ કરાયેલા નિયમોથી અલગ છે.
કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રશ્નો હજુ પણ વણ ઉકેલાયેલા છે. ખાસ કરીને ભવિષ્યમાં કસ્ટમ ડ્યુટી કેવી રીતે અને કોના વતી એકત્રિત કરવામાં આવશે, ક્યા વધારાના ડેટાની જરૂર પડશે, અને યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેકશનને ડેટા કેવી રીતે ટ્રાન્સમિટ કરવામાં આવશે. ડેનમાર્ક, સ્વીડન, ઈટાલી, ઓસ્ટ્રિયા, ફ્રાન્સ અને બેલ્જિયમની પોસ્ટલ સેવાઓએ પણ સમાન પગલાં લીધાં છે અને યુએસમાં શિપમેન્ટ બંધ કરી દીધું છે. બીબીસી અનુસાર બ્રિટનના રોયલ મેલે પણ અસ્થાયીરૂપે શિપમેન્ટ બંધ કરી દીધું છે. યુરોપની બહાર સિંગાપોર અને થાઈલેન્ડ જેવા એશિયન દેશોએ પણ કહ્યું છે કે, તેઓ નવા નિયમો પર વધુ સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી શિપમેન્ટ બંધ કરશે. ઓસ્ટ્રેલિયા પોસ્ટે જણાવ્યું હતું કે, તેણે અન્ય દેશોમાંથી અમેરિકા જતા કેટલાક પાર્સલનું પરિવહન બંધ કરી દીધું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial