Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વાત્સલ્ય વૃદ્ધાશ્રમમાં ગીત-સંગીતનો કાર્યક્રમ યોજાયોઃ લાગણીસભર દૃશ્યો

સ્વયમ શકિત ફાઉન્ડેશન દ્વારા

                                                                                                                                                                                                      

સમાજસેવા ક્ષેત્રે સક્રિય સ્વયમ શકિત ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા સ્ટાર સિંગર્સ ગેલેકસીના સહયોગથી વાત્સલ્ય વૃદ્ધાશ્રમમાં એક એક હૃદયસ્પર્શી ગાયન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્ેશ વૃદ્ધાશ્રમમાં નિવાસ કરતા વડીલોને આનંદ, સ્નેહ અને માનસિક શાંતિ પ્રદાન કરવાનો હતો. સંગીત એ લાગણીઓને જોડતું સશકત માધ્યમ છે, અને આ કાર્યક્રમ દ્વારા વડીલો સાથે લાગણીસભર સમય વિતાવી માનવતા અને સંવેદનશીલતાનો સંદેશ સમાજ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સ્ટાર સિંગર્સ ગેલેકસીના પ્રતિભાશાળી ગાયકોએ સુમધુર ગીતોની પ્રસ્તુતિ કરીને વદ્ધાશ્રમનું વાતાવરણ આનંદમય બનાવ્યું હતું. સ્વયમ શકિત ઈન્ડિયા ફાઉન્ડેશન સતત સમાજના દરેક વર્ગના કલ્યાણ માટે કાર્યરત છે અને આવા કાર્યક્રમો દ્વારા સેવાભાવને નવી ઉંચાઈ આપે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh