Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહીસાગરમાં ૫, અમદાવાદ અને સુરતમાં ૩-૩, માલપુરમાં બે સહિત
અમદાવાદ તા. ૫: ગઈકાલે ઘણાં સ્થળે રાજ્યમાં ધૂળેટીની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. અને ડૂબવાથી ૨૭નાં મોત થતા અરેરાટી પ્રસરી હતી.
સમગ્ર દેશ અને રાજ્ય જયારે હોળી-ધૂળેટીના રંગોમાં તરબોળ હતું, ત્યારે ગુજરાતના અલગ-લગ જિલ્લાઓમાં માતમના દૃશ્યો સર્જાયા છે. મહીસાગરમાં ૨ સગા ભાઈ સહિત ૫, સુરતના બારડોલીમાં ૪, સુરતના માંગરોળ અને અમદાવાદના માંડલમાં ૩-૩, અરવલ્લીના માલપુર અને ધનસુરામાં તથા મહેસાણાના મોટીદઉમાં ૨-૨. કડી અને અમરેલીમાં એક-એક એમ ધૂળેટી રમીને નહાવા પડેલા કુલ ૨૭ લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે.
આ ઘટનાઓને પગલે જે પરિવારોમાં સવારે ગુલાલ ઉડતો હતો, ત્યાં સાંજે આક્રંદ જોવા મળ્યો હતો. અમદાવાદની સાબરમતી નદીમાં કુબેરનગરના ચાર યુવકોનું ડુબી જવાથી મોત નિપજ્યું છે.
પ્રાપ્ત થતી વિસ્તૃત વિગતો મુજબ મહીસાગરમાં કંતાર ગામના વતની ૪ યુવક ધૂળેટી રમ્યા બાદ કોઠંબા તાલુકાના ધામણીયા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા રાઘવના મુવાડા નાકા તળાવમાં સ્નાન કરવા ઉતર્યા હતા. તળાવના ઊંડા પાણીનો અંદાજ ન આવતા ચારેય યુવક એકાએક ડૂબવા લાગ્યા હતા. સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી તે પહેલા જ ગંભીર સ્થિતિ સર્જાઈ હતી.
તેને સારવાર મળે એ પહેલા મોત આ પૈકી ૨ યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જયારે અન્ય ૨ યુવકોને ગંભીર હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે લુણાવાડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જયાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
જિલ્લામાં અન્ય એક ઘટના વીરપુર તાલુકામાં બની હતી, જયાં સુલતાન પગીના મુવાડા ગામે કેનાલમાંથી મળેલા મૃતદેહ બાબતે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી કે આ અકસ્માતે મોત છે કે અન્ય કોઈ કારણોસર, જો કે પોલીસે મૃતદેહ કબ્જે કરી બનાવ યુવક અને મોત અંગે તપાસ હાથ ધરી છે.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાનસરા ગામ નજીક એક અત્યંત દુખદ ઘટના બની હતી. અહીંની એક રેસીડેન્સીમાં રહેતા યુવાનો સવારથી ધૂળેટી રમી રહ્યા હતા. રંગોથી રમી લીધા બાદ શરીર સાફ કરવા માટે આ યુવાનો નજીકમાં વહેતી કીમ નદીમાં નહાવા ગયા હતા. નહાતી વખતે ત્રણ યુવાન અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
આવી જ રીતે ધનસુરા તાલુકાની માઝુમ નદીમાં બે યુવાનો, અરવલ્લીના નવાગામમાં બે માસુમ બાળકો, માંડલના સીતાપુરમાં ૩ બાળકો, મહેસાણા પાસે કેનાલમાં નહાવા પડેલા બે યુવાનો, કડીમાં કેનાલમાં નહાતા એક યુવાન અને અમરેલીની શેત્રુંજી નદીમાં ચાર બાળકો ડુબી જતા મૃત્યુ પામ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial