Advertisement
Author: નોબત સમાચાર

જામનગર ભાજપમાં પણ ઉઘાડે છોગ પરિવારવાદ!

કેટલાક પૂર્વ કોર્પોરેટરોના કુટુંબીઓને ટિકિટ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગર મહાનગર પાલિકાની આવનારી ચૂંટણીને લઈને ભાજપ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોની યાદી પછી શહેરમાં રાજકીય ચર્ચાનો માહોલ તેજ બન્યો છે. ખાસ કરીને કેટલાક ઉમેદવારોને આપવામાં આવેલી ટિકિટોમાં પરિવાર જોડાણ જોવા મળતા વિવિધ સ્તરે ચર્ચાઓ ઊઠી રહી છે.

માહિતી મુજબ પૂર્વ કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલાના પત્નીને ટિકિટ આપવામાં આવી છે, તેમજ પૂર્વ કોર્પોરેટર કિશન માડમના ભત્રીજા મિથિલ માડમને તક આપવામાં આવી છે. ઉપરાંત પૂર્વ મેયર એવા રાજુભાઈ શેઠના પુત્ર દર્શનને પણ ઉમેદવારી આપવામાં આવી છે.

તે સિવાય તપન પરમારના પિતરાઈ ભાઈ પૂર્વેશને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે સુરેશ આલારિયાને બ્રેક બાદ ફરીથી ટિકિટ આપવામાં આવતા રાજકીય વર્તુળોમાં વિશેષ ચર્ચા જોવા મળી રહી છે.

આ નિર્ણયોને લઈને શહેરમાં વિવિધ પ્રતિસાદ જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો આને અનુભવ અને ઓળખના આધારે લેવાયેલો નિર્ણય ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક દ્વારા પરિવારવાદનો મુદ્દો ઊઠાવવામાં આવી રહ્યો છે. ઉમેદવારોની યાદી જાહેર થતા શહેરમાં ચૂંટણી માહોલ ગરમાયો છે, અને હવે પ્રચાર-પ્રસારની ગતિ વધુ તેજ બનવાની શક્યતા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh