Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સભા-સરઘસબંધી

ચાર કરતા વધુ વ્યક્તિ એકત્ર થવા ૫ર પ્રતિબંધ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૭: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ-ર૦ર૬ ની આચારસંહિતા અંતર્ગત સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતા વધારે વ્યક્તિઓએ એકત્રિત થવા તેમજ સભા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંંચાયત અને તેના હેઠળ આવતી ખંભાળીયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી-ર૦ર૬ તથા ખંભાળીયા નગરપાલિકા અને જામરાવલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-ર૦ર૬ તેમજ સલાયા નગરપાલિકાના વોર્ડ નં. ૩ ની પેટા ચૂંટણી-ર૦ર૬ અંતર્ગત મતદાન તા. ર૬-૪-ર૦ર૬ ના યોજાનાર છે. ચૂંટણી દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ બનવા ન પામે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં થાય અને કોઈ વિક્ષેપો ઊભા ન થાય તે માટે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.

તદ્નુસાર તા. ૩૦-૪-ર૦ર૬ સુધી અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતા વધારે વ્યક્તિઓએ એકત્રિત થવું નહીં અથવા કોઈ સભા કે સરઘસ કાઢવું નહીં. આ જાહેરનામાથી ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક દળની વ્યક્તિ, લગ્નના વરઘોડા, સરકારી ફરજ પરના અધિકારી/કર્મચારી તથા સ્મશાન યાત્રાને આ પ્રતિબંધાત્મક આદેશો લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh