Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત અને ભારતમાં પ્રવાસન વિકાસઃ પ્રોગ્રેસ એન્ડ પોટેન્શિયલ

ટુરિઝમના પ્રકારો અને તેના સંદર્ભે

                                                                                                                                                                                                      

ગુજરાત સહિત દેશભરમાં અનેક સ્થળો પ્રવાસન વિકાસની દૃષ્ટિએ વિક્સાવાઈ રહ્યા છે. રિલિજિયસ ટુરિઝમનું ઈકો-ટુરિઝમ તથા સ્ટડી ટુર્સ સાથે સંયોજન કરીને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નવા પેકેજો પણ તૈયાર થવા લાગ્યા છે. આ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિક્સાવાઈ રહ્યું છે, અને સીધો ફાયદો ટુરિઝમ ડેવલપમેન્ટ માટે થઈ રહ્યો છે. ટુરિઝમ ડેવલપમેન્ટ-પ્રોગ્રેસ એન્ડ પોટેન્શિયલના વિષય પર આજે દેશવ્યાપી ચર્ચાઓ થઈ રહી છે અને દર વર્ષે ર૭ સપ્ટેમ્બરે ઉજવાતા વિશ્વ પર્યટન દિવસના સંદર્ભે 'સમાવેશી વૃદ્ધિ માટે પર્યટન' તથા 'પર્યટન અને હરિયાળુ રોકાણ' અથવા ટુરિઝમ એન્ડ ગ્રીન ઈન્વેસ્ટમેન્ટ જેવા વિષયો ચર્ચાઈ રહ્યા છે.

ગુજરાતમાં દ્વારકા, બેટદ્વારકા, નાગેશ્વર, હર્ષદ, પોરબંદર, માધવપુર (ઘેડ), સોમનાથ, ભાવનગર, જામનગર, વીરપુર, રાજકોટ, અંબાજી, શામળાજી, શંખેશ્વર, ભરૂચ, શુકલતીર્થ, કબીરવડ, વડોદરા, અમદાવાદ, સુરત, તાપી, વલસાડ, નર્મદા, અમરેલી, ઉના, તુલસીશ્યામ, વિસાવાડા, હાથલા (શનિદેવ), પાટણ, અરવલ્લી, સાળંગપુર, કચ્છ, માટેલ માતાનો મઢ, કાગવડ, પોરબંદર, પીરોટન, નરારા, ચોટીલા, અન્ય દ્વિપો, દરિયા-નદીઓ-સરોવરો-પ્રાચીન વાવો તથા પુરાતત્ત્વ આરક્ષિત સ્થળોને સાંકળતા અને ઉદ્યોગ-વ્યાપાર-પોર્ટ અને સૈન્ય સ્થળોને સાંકળીને જોવાલાયક, માણવાલાયક, ફરવાલાયક અને અભ્યાસ કરવા જેવા સંખ્યાબંધ સ્થળો એવા છે, જ્યાં કોઈને કોઈ સ્વરૂપે વિકાસની પ્રક્રિયા થઈ છે અને વધુ વિકાસની સંભાવનાઓ છે.

એવી જ રીતે દેશભરમાં યાત્રા-પ્રવાસન-ઈકો ટુરિઝમ, મેડિકલ ટુરિઝમ, રિલિજિયસ ટુરિઝમ, એગ્રો ટુરિઝમ, આઉટબાઉન્ડ ટુરિઝમ ઈન બાઉન્ડ ટુરિઝમ, સ્ટડી ટુરિઝમ, ઘરેલુ ટુરિઝમ, ગ્લોબલ ટુરિઝમ, એજ્યુકેશનલ ટુરિઝમ, એન્ટર ટાઈમેન્ટ ટુરિઝમ, હેરિટેઝ ટુરિઝમ, આર્કિયોલોજિકલ ટુરિઝમ, ઓસિયન ટુરિઝમ વિગેરે વિક્સી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh