Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસટીમાં નોકરી કરતો એક શખ્સ પણ પકડાયોઃ
જામનગર તા. ૨૪: રાજકોટના જુદા જુદા બે બસ ડેપોમાં ત્રણ આસામીના ખિસ્સામાંથી કુલ રૂ।.૧ લાખ ર૧ હજાર રોકડા સેરવાઈ ગયા હતા. જેની પોલીસમાં ત્રણ ફરિયાદ થઈ હતી. સીસીટીવી ફૂટેજના આધારે આગળ વધેલી તપાસમાં જામનગરના બે સહિત પાંચ ખિસ્સા કાતરૂ ઝડપાઈ ગયા છે. એક સિક્યુરિટી ગાર્ડની સંડોવણી જાહેર થઈ છે.
રાજકોટના નવનિર્મિત બસ સ્ટેન્ડ પર ગયા અઠવાડિયે બે મુસાફરના ખિસ્સામાંથી રૂા૬૧ હજારની રોકડ સેરવાઈ ગઈ હતી. જ્યારે માધાપર ચોકડી નજીક ઉભા કરવામાં આવેલા બસ સ્ટેન્ડમાં પણ એક મુસાફરના ખિસ્સામાંથી રૂ।.૬૦ હજાર તફડાવાઈ ગયા હતા.
આ બાબતની રાજકોટના એ-ડિવિઝન તથા ગાંધીગ્રામ પોલીસ મથકમાં કુલ ત્રણ ફરિયાદ થવા પામી હતી. જેની પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે એસટી બસ ડેપોના કેટલાક સીસીટીવી કેમેરા ફૂટેજ ચકાસતા તેમાં પાંચ શખ્સની હિલચાલ પોલીસની નજરમાં આવી ગઈ હતી. જેના પગલે જામનગરના અમીન અબ્દુલ તેરૈયા તથા મુકેશ જશુભાઈ વારા અને રાજકોટના અમીન અજીતભાઈ નાગરીયા, સંજય બટુકભાઈ દેત્રોજા તેમજ એસટી બસ ડેપોમાં ફરજ બજાવતા મૂળ મહારાષ્ટ્રના સ્વસ્તિક સૂર્યવલી ઉપાધ્યાય નામના પાંચ શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
જામનગરના બે શખ્સ ખિસ્સા કાપવા માટે ખાસ રાજકોટ જતા હતા અને ત્યાં ત્રણ શખ્સનો સહયોગ મેળવી મુસાફરોના ખિસ્સા હળવા કરી નાખતા હતા. આ શખ્સો પાસેથી રૂ।.૧ લાખ ૧૬ હજાર રોકડા કબજે લેવાયા છે. આ ગુન્હામાં બસ ડેપોના એક સિક્યુરિટી ગાર્ડની પણ સંડોવણી જાહેર થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial