Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિલ્હીથી દોડી આવેલા મોટાભાઈએ પોલીસને જાણ કરીઃ
જામનગર તા. ૧૪: જામનગરના રેલવે સ્ટેશન પરથી બિહાર જવા માટે ત્રણેક સપ્તાહ પહેલા રવાના થયેલા એક શ્રમિક પોતાના ઘેર નહીં પહોંચતા દિલ્હીથી દોડી આવેલા આ યુવાનના ભાઈએ પોતાનો નાનો ભાઈ ગુમ થયાની રેલવે પોલીસમાં જાણ કરી છે. આ યુવાન કાનાલુસ પાસેથી લેબર કોલોની-૮માં વસવાટ કરતો હોવાનું ખૂલ્યું છે. પોલીસે વર્ણન, ફોટો મેળવી તપાસ શરૂ કરી છે.
લાલપુર તાલુકાના કાનાલુસ ગામ પાસે આઠ નંબરની લેબર કોલોનીમાં વસવાટ કરતા મૂળ બિહાર રાજ્યના બકસર જિલ્લાના ભીચલી ગામના વતની કિશનભાઈ કેદારનાથ રાય (ઉ.વ.૩૫) નામના શ્રમિક ગઈ તા.૧૭ના દિને જામનગરથી બિહાર જવા માટે ઓખા-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં રવાના થયા હતા.
આ યુવાન ગઈકાલ સુધી પોતાના વતનમાં ઘેર ન પહોંચતા તેના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. તે પછી જામનગર દોડી આવેલા કિશનભાઈના મોટાભાઈ અને હાલમાં દિલ્હીમાં વસવાટ કરતા વિનોદભાઈ કેદારનાથ રાયએ જામનગર રેલવે પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈ ગુમ થયાની વિગત જાહેર કરી છે.
પોલીસે ઉપરોક્ત તસ્વીરવાળા યુવાનનું વર્ણન મેળવી તપાસ આદરી છે. આ યુવાન અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ રેલવે પોલીસકર્મી ભીમશીભાઈ-૯૯૯૮૭ ૨૧૪૩૬નો સંપર્ક કરવો. આ યુવાન સાડા પાંચેક ફૂટની ઉંચાઈ, પાતળો બાંધો, ઘઉંવર્ણાે વાન ધરાવે છે. છેલ્લે તેણે કાળા રંગનું સ્વેટર, લીલા રંગનો શર્ટ તથા કાળા રંગનું ટ્રેક પહેરેલુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial