Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સામાન્ય સભાના ઠરાવ મુજબ ચાર પૈકી ત્રણને મળ્યુ પ્રમોશન
જામનગર તા. ૨: જામનગર મહાનગર પાલિકાની વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઈજનેર તરીકે નરેશ પટેલની વિધિવત પસંદગી થવા પામી છે. પરમ દિવસે સરકારમાંથી તેમના નામની મંજુરી મળી છે. જામનગર મહાનગર પાલિકાના ચાર અધિકારી કોમલબેન પટેલ (ચીફ ઓડીટર), મુકેશ વરણવા (આસી. કમિશનર-વહીવટ), જીજ્ઞેશ નિર્મલ (આસી. કમિશનર-ટેકસ) અને નરેશ પટેલ (કા.ઈ. વોટર વર્કસ) તરીકે બઢતી આપતો ઠરાવ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પસાર કરવામાં આવ્યો હતો.
આ ઠરાવને આખરી મંજુરી માટે સરકારમાં મોકલવામાં આવ્યો હતો. તેમાં અગાઉ કોમલબેન પટેલ અને મુકેશ વરણવાની બઢતીના આદેશને સરકારે મંજુરી આપી હતી. જ્યારે પરમદિવસે નરેશ પટેલની પણ મંજુરી મળી છે. હવે માત્ર જીજ્ઞેશ નિર્મલના નામની દરખાસ્ત પેન્ડિંગ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial