Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની દરેડ-જામનગર શાખાનો ઉદ્ઘાટન સમારોહ

બેંક દ્વારા નાના અને છેવાડાના માનવીનો વિકાસ થાય એવી શુભેચ્છાઃ શ્રી કૃષ્ણમણીજી મહારાજ

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૨૫: રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ૪૧ મી દરેડ-જામનગર શાખાનો ગત સોમવારે વિધિવત પ્રારંભ થયો છે અને આ મંગલ અવસરે જાજરમાન ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં શ્રી લક્ષ્મીજી, શ્રી ભારત માતા અને શ્રી અરવિંદભાઈ મણીઆરની તસવીર સમક્ષ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું. મહેમાનોને મોમેન્ટો આપી સ્વાગત કરાયું હતું. શાખાનો મંગલ પ્રારંભ શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરના પૂજ્ય ૧૦૮ શ્રી કૃષ્ણમણીજી મહારાજના શુભ હસ્તે કરવામાં આવ્યો હતો.

પ્રાસંગિક ઉદ્બોધનમાં આશીર્વચન પાઠવતાં પૂજ્ય ૧૦૮ શ્રી કૃષ્ણમણીજી મહારાજે જણાવ્યું હતું કે, 'આપણા સૌની એક વિચારધારા છે કે નાના અને છેવાડાના માનવીનો વિકાસ થાય અને આગળ આવે. સહકારી ક્ષેત્ર નાના લોકોને આગળ લાવે છે. આપણા દેશમાં સહકારી ક્ષેત્રનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહૃાું છે. દરેડમાં શુભારંભ અવસરે સાધુવાદ આપું છું. સાથે મળીને સહુનું ભલુ કરીએ.'

એનયુસીએફડીસી-અંબ્રેલાના ચેરમેન અને ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશનના ચેરમેન શ્રી જ્યોતિન્દ્રભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, 'અનેક સહકારી આગેવાનોએ સહકારી ક્ષેત્ર માટે લોહીનું સિંચન કર્યું છે. સહકારી ક્ષેત્રનું મહત્ત્વ વધ્યું છે અને હવે તેનો જમાનો આવી રહૃાો છે. સમાજને ખરા સમયે મદદ કરે છે અને કમાવાના હેતુથી નહીં પરંતુ સેવાના હેતુથી કાર્ય થાય છે. દરેડ શાખાથી એમએસએમઇના વિકાસમાં જરૂરી યોગદાન મળી રહેશે.'

બેંકના ચેરમેન શ્રી દિનેશભાઈ પાઠકે જણાવ્યું હતું કે, 'આ માસમાં બેંકની પાંચ નવી શાખા શરૂ થઇ રહી છે તે પૈકી આ ત્રીજી શાખા કાર્યાન્વીત થઈ છે. રાજકોટ, જામનગર કે અન્યત્ર, કોઈ ઉદ્યોગપતિને મળીએ છીએ ત્યારે એક વાત અચૂક કરે છે કે અમારા શરૂઆતના સમયમાં પ્રથમ લોન રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની હતી. આ પાયાનું યોગદાન છે. દરેડના ઉદ્યોગોને ધ્યાને લઇ બેંક દ્વારા આકર્ષક અને વિશેષ વ્યાજદર અમલમાં મૂક્યા છે. ઉદ્યોગો અને બેંક એક બીજાની પૂરક છે અને સાથે મળીને જ વિકાસ કરે છે. આપણે સાથે રહીશું તો સફળતા અવશ્ય મેળવીશું. નાના માણસની મોટી બેંક સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરીએ છીએ. વ્યકિતગત ધિરાણની મર્યાદા રૂ।. ૧૧૭ કરોડની છે.'

આ અવસરે વિવિધ મહાનુભાવોએ બેંકની દરેડ શાખાનું સ્વાગત કરતાં શુભકામના પાઠવી હતી અને ઉદ્યોગોનાં વિકાસમાં બેંકનું યોગદાન મહત્ત્વપૂર્ણ બની રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

ઉદ્ઘાટન સમારોહમાં પૂજ્ય ૧૦૮ શ્રી કૃષ્ણમણીજી મહારાજ (શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર), શ્રી રમણીકભાઈ અકબરી (પ્રમુખ-જામનગર ચેમ્બર ઓફ કોમર્સ), શ્રીમતી બીનાબેન કોઠારી (પ્રમુખ-જામનગર શહેર ભાજપા), શ્રી વિષ્ણુભાઇ પટેલ (પ્રમુખ-જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન, દરેડ), શ્રી રામજીભાઈ ગઢીયા (પ્રમુખ-જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન), શ્રી દિનેશભાઈ ડાંગરીયા (પ્રમુખ-લઘુ ઉદ્યોગ ભારતી, સૌરાષ્ટ્ર સંભાગ), શ્રી અશોકભાઈ જોબનપુત્રા (ચેરમેન-નવાનગર કો-ઓપરેટીવ બેંક) શ્રી જીવણભાઈ પટેલ (વાઇસ ચેરમેન), ડિરેકટરગણમાંથી શ્રી હસમુખભાઈ હિંડોચા (પ્રભારી ડિરેકટર) ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh