Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશળદેવ એજ્યુકેશન ચેરી. ટ્રસ્ટ દ્વારા
જામનગર તા.૨૮: દેશળદેવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-નવાગામ ઘેડ દ્વારા ઉજવાતી દેશળભગતની નિર્વાણતિથિ ચૈત્ર સુદ ૧૩ ને તા. ૩૧-૩-૨૦૨૬ ને મંગળવારના પ.પૂ. સંતશ્રી દેશળ ભગતની ૯૮ મી નિર્વાણતિથિ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં તા. ૩૧ના સવારે ૯-૩૦ કલાકે પૂજા અર્ચના, સવારે ૧૦-૦૦ કલાકે ધ્વજારોહણ, સાંજે ૫-૦૦ કલાકે અન્નકોટ, સાંજે ૭-૦૦ કલાકે મહા આરતી સહિતના કાર્યક્રમો શ્રી દેશળદેવ હોલ, મધુવન સોસાયટી, નવાગામ ઘેડ, જામનગરખાતે યોજાશે.
આ ઉપરાંત સાંજે ૭-૩૦ કલાકે તળપદા કોળી સમાજની વાડી, નવાગામ ઘેડ, જામનગરમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાપા, ગુલાબનગર, લાલવાડી, રાજપાર્ક, નાગેશ્વર, સ્વામિનારાયણ નગર, ઇન્દિરા સોસાયટી, નવાગામ ઘેડ, રામેશ્વરનગર, પટેલ કોલોની, ગાંધીનગર, પંચવટી, સ્વસ્તિક સોસાયટી, શરૂ સેકશન, ખોડીયાર કોલોની, નિલકમલ સોસાયટી, અંધાશ્રમ, ગોકુલનગર સહિતના વિસ્તારમાં રહેતા રજપૂત ખવાસ સમાજને આ કાર્યક્રમમાં પધારવા શ્રી દેશળદેવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ પરેશભાઈ ડી. ચાવડા, મંત્રી નિલેશભાઇ એચ. હાડા તથા તમામ ટ્રસ્ટી મંડળ દ્વારા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial