Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૬ એપ્રિલ, સોમવાર અને ચૈત્ર વદ ચોથનું રાશિફળ

ધન સહિત બે રાશિના જાતકોને કામની કદર-પ્રશંસા થાય. યશ-પદમાં વૃદ્ધિ થાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ જણાય.  અગત્યના કામ  અંગે મુલાકાત થાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૩-૬

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં.  ઘર-પરિવારની ચિંતા જણાય.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૪-૮

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી કામનો સરળતાથી ઉકેલ લાવી શકો. વાણીની  મીઠાશથી લાભ થાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૧-૫

 

Cancer (કર્ક: ડ-હ)

નોકરી-ધંધાના કામની સાથે બીજું કોઈ કામ આવી જતા, અન્ય સહકર્મીનું કામ આવી જતા  કાર્યભારમાં વધારો થાય.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૨-૮

 

Leo (સિંહ: મ-ટ)

આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે. જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકિય કામમાં,  સાનુકૂળતા મળી રહે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૪-૬

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા જણાય.  કામ કરવાની ઈચ્છા ન થાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૭

 

Libra (તુલા: ર-ત)

નોકરી-ધંધાના કામકાજ અંગે આપે બહાર કે બહારગામ જવાનું થાય. બઢતી-બદલીના  કામમાં પ્રગતિ જણાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૯

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કામની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગના, મિત્રવર્ગના કામકાજ અંગે  દોડધામ-શ્રમ-વ્યસ્તતા જણાય.

શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૭-૪

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. સિઝનલ ધંધામાં  લાભ-ફાયદો મળી રહે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૮

 

Capricorn (મકર: ખ-જ)

આપે કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી  સંભાળવું પડે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૪-૯

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના અગત્યના કામનો ઉકેલ આવતા રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો  લઈ શકાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૬

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને.  ધંધામાં આવક જણાય.

શુભ રંગઃ મોરપીંછ- શુભ અંકઃ ૫-૮



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh