Advertisement
Author: નોબત સમાચાર

કૂવૈત અને કતારના અમેરિકન ઠેકાણાંઓ પર ઈરાન દ્વારા ડ્રોન-મિસાઈલ હુમલાઃ ૬ના મૃત્યુ

ચોથા અઠવાડિયામાં પ્રવશ્યુ યુદ્ધ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૬: મિડલ ઈસ્ટમાં અમેરિકન ઠેકાણાઓ પર ઈરાનના હુમલામાં ૬ યુએસ સૈનિકોના મોતનો દાવો કરવામાં આવ્યો છે.

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે ચોથા સપ્તાહમાં પ્રવેશી ચૂક્યું છે અને સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન અંદરખાને શાંતિ ઈચ્છે છે પરંતુ તેને પોતાના જ લોકો અથવા અમેરિકાનો ડર સતાવી રહૃાો છે. અંગ્રેજી અખબારો તથા ટી.વી. ન્યુઝ ચેનલો દ્વારા કરાયેલા દાવા મુજબ મિડલ ઈસ્ટમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો પર હુમલાઓ થયા છે. 

ઈરાન નજીક આવેલા કુવૈતના શુઆઈબા બંદર પર થયેલા હુમલામાં અમેરિકન સેનાનું ટેક્ટિકલ ઓપરેશન સેન્ટર  સંપૂર્ણપણે નાશ પામ્યું છે. આ હુમલામાં ૬ અમેરિકન સૈનિકોના મોત થયા હોવાના અહેવાલ છે. તે ઉપરાંત ઈરાની ડ્રોન અને મિસાઈલોએ અલીઅલ સાલેમ એર બેઝને નિશાન બનાવ્યું હતું, જેમાં વિમાનો રાખવા માટેના હેંગર્સને ભારે નુકસાન પહોંચ્યું છે. કુવૈતમાં જ આવેલા ફ્યુઅલ (ઈંધણ) અને મેન્ટેનન્સ (જાળવણી) સેન્ટરો પર હુમલો થયો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

તદૃુપરાંત અલ ઉદેદ એર બેઝ (કતાર)ના વ્યૂહાત્મક એર બેઝ પર આવેલી અત્યંત મહત્ત્વની અર્લી વોર્નિંગ રડાર સિસ્ટમ હુમલામાં ધ્વસ્ત થઈ ગઈ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચોંકાવનારો દાવો કરતાં કહૃાું કે ઈરાનના અમુક લોકો મને અનૌપચારિક રીતે કહી રહૃાા હતા કે હું ઈરાનનો આગામી સુપ્રીમ લીડર બની જઉં. પણ મેં હસતાં મોઢે ના પાડી દીધી. દુનિયામાં કોઈ દેશનો નેતા ઈરાનનો સુપ્રીમ લીડર બનવા નહીં માગતો હોય.

બીજી તરફ ટ્રમ્પ દ્વારા ઈરાન વિરૂદ્ધ શરૂ કરવામાં આવેલા યુદ્ધને લઈને અમેરિકન સશસ્ત્ર દળોના જવાનોમાં ભારે અસંતોષ અને નિરાશા વ્યાપી રહી છે. સક્રિય ફરજ બજાવતા સૈનિકો અને રિઝર્વિસ્ટોએ મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે તેઓ ઈઝરાયલના હિતો માટે અથવા રાજકીય પૌન બનીને પોતાનો જીવ ગુમાવવા માંગતા નથી. ખાસ કરીને ૨૮ ફેબ્રુઆરીએ યુદ્ધના પ્રથમ દિવસે ઈરાનના મીનાબમાં એક ગર્લ્સ સ્કૂલ પર થયેલા અમેરિકન હુમલામાં ૧૭૦ શાળાની બાળકીઓના મોત પછી સૈનિકોમાં નૈતિક દૃષ્ટિએ ભારે આક્રોશ છે. જવાનોનું માનવું છે કે આ યુદ્ધનો કોઈ સ્પષ્ટ વ્યૂહાત્મક હેતુ નથી અને તેઓ બિનજરૂરી રીતે જોખમમાં મુકાઈ રહૃાા છે. મિડલ ઈસ્ટમાં ઈરાની ડ્રોન અને મિસાઈલ હુમલાઓ વચ્ચે અમેરિકન સૈન્ય અધિકારીઓએ પણ સ્વીકાર્યું છે કે ગ્રાઉન્ડ ઓપરેશન એક 'સંપૂર્ણ આપત્તિ' સાબિત થઈ શકે છે, કારણ કે તેમની પાસે જમીની સ્તરે બચાવ માટે કોઈ મજબૂત યોજના નથી.

વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહૃાું કે જો તેહરાન હાર નહીં સ્વીકારે તો ટ્રમ્પ ઈરાન પર ભયાનક હુમલો કરવા તૈયાર છે. ટ્રમ્પ ગપ્પા નથી મારતા. ઈરાને ભ્રમમાં ના રહેવું. જો તે સ્થિતિ નહીં સમજે તો પહેલા કરતાં પણ આકરો જવાબ મળશે.

ઈરાને સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ શાંતિ કરારમાં લેબનાનને પણ સામેલ કરવામાં આવે. આ સાથે જ ઈઝરાયલે હિઝબુલ્લાહ વિરુદ્ધના હુમલા રોકવા પડશે. ઈરાન ઈચ્છે છે કે માત્ર તેની વિરુદ્ધ જ નહીં, પણ તેના તમામ સહયોગી સંગઠનો વિરુદ્ધ પણ જંગ ખતમ થાય.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે ઈરાન કરાર કરવા માંગે છે પણ તેને ડર છે કે જો તેઓ ખુલીને સામે આવશે તો તેમના પોતાના લોકો જ તેમને મારી નાખશે. ટ્રમ્પના મતે ઈરાન અત્યારે ભારે દબાણ હેઠળ છે અને ત્યાંની સ્થિતિ અત્યંત અસ્થિર છે.

અમેરિકાએ જંગ રોકવા માટે ૧૫ મુદ્દાઓનો પ્રસ્તાવ મોકલ્યો છે, જેમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર નિયંત્રણ અને હોર્મુઝની સામુદ્રધુની ખોલવાનો સમાવેશ થાય છે. જોકે, ઈરાને આ શરતો ફગાવીને પોતાની ૫ નવી માંગણીઓ સામે મૂકી છે.

કુવૈત સુરક્ષા એજન્સીઓએ ખાડી દેશોના નેતાઓની હત્યાનું કાવતરું ઘડતા હિઝબુલ્લાહ સાથે જોડાયેલા ૬ શંકાસ્પદોની ધરપકડ કરી છે. જેમાં ૫ કુવૈતી નાગરિકો છે, જ્યારે અન્ય સભ્યો દેશ છોડીને ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે તંજ કસતા કહૃાું કે હવે લાગે છે કે આ યુદ્ધનો અસલી હેતુ માત્ર હોર્મુઝની સામુદ્રધુની ખોલવાનો જ છે, જે યુદ્ધ પહેલા પણ ખુલ્લી જ હતી.

વિવિધ અહેવાલો મુજબ ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ જંગમાં અત્યાર સુધીમાં આશરે ૨૯૦ અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે, જેમાંથી ૧૦ ની હાલત ગંભીર છે.

ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બકેર કાલિબાફે ચેતવણી આપી છે કે જો કોઈ પાડોશી દેશના સહયોગથી ઈરાની ટાપુ પર કબજો કરવાનો પ્રયાસ થશે, તો ઈરાન તે દેશના મહત્ત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વિનાશક હુમલા કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh