Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચીન-રશિયાની જુગલબંધીથી 'રાડ' ફાટી?
વોશિંગ્ટન તા. ૩૦: ટ્રમ્પે તાત્કાલિક પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કરવાનો આદેશ આપ્યો હોવાથી એવા સવાલો ઊઠ્યા છે કે, અમેરિકા રશિયા અને ચીનથી ડરી ગયું છે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંરક્ષણ મંત્રાલય (પેન્ટાગોન) ને પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ ફરી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પે સંરક્ષણ વિભાગને અન્ય પરમાણુ શક્તિઓ સાથે 'સમાન ધોરણે' પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ તાત્કાલિક શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્રમ્પે ગુરુવારે દક્ષીણ કોરિયામાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. તે પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે, અન્ય દેશોના પરીક્ષણ કાર્યક્રમોને કારણે મેં યુદ્ધ વિભાગને સમાન ધોરણે આપણા પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પ્રક્રિયા તાત્કાલિક શરૂ થશે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, રશિયા બીજા સ્થાને છે અને ચીન ત્રીજા સ્થાને છે, પરંતુ પાંચ વર્ષમાં આપણે સમાન થઈશું. ચીન અને રશિયા આગામી પાંચ વર્ષમાં અમેરિકા સાથે પહોંચી શકે છે.
ટ્રમ્પના નિવેદનથી એવું લાગે છે કે, અમેરિકાને ડર છે કે આગામી પાંચ વર્ષમાં ચીન અને રશિયા તેને પાછળ છોડી દેશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે કહ્યું હતું કે, રશિયાએ પોસાઈડન પરમાણુ સંચાલિત સુપર ટોર્પિડોનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે, જે લશ્કરી વિશ્લેષ્કો કહે છે કે તે વિશાળ કિરણોત્સર્ગી સમુદ્રી મોજાંઓને ઉત્તેજિત કરીને દરિયાકાંઠાના વિસ્તારોને વિનાશ કરવામાં સક્ષમ છે.
ટ્રમ્પે રશિયા પર પોતાના વક્તવ્ય અને વલણ બન્નેને કડક બનાવ્યા હોવાથી પુતિને ર૧ ઓક્ટોબરે નવી બ્યુરેવેસ્ટનિક ક્રુઝ મિસાઈલનું પરીક્ષણ અને રર ઓક્ટોબરે પરમાણુ પ્રક્ષેપણ કવાયત સાથે જાહેરમાં પોતાની પરમાણુ શક્તિ દર્શાવી છે. એવું લાગે છે કે, ચીન-રશિયાની જુગલબંધીથી ટ્રમ્પ ડરી ગયા છે.
યુનાઈટેડ સ્ટેટ્સે છેલ્લે ૧૯૯ર માં પરમાણુ શસ્ત્રનું પરીક્ષણ કર્યું હતું. પરીક્ષણો કોઈપણ નવા પરમાણુ શસ્ત્રો કેવી રીતે કાર્ય કરશે અને જુના શસ્ત્રો હજુ પણ કાર્ય કરે છે કે કેમ તેના પુરાવા આપે છે. તકતનીકી ડેટા પ્રદાન કરવા ઉપરાંત, આવા પરીક્ષણને રશિયા અને ચીનમાં અમેરિકન વ્યૂહાત્મક શક્તિના ઈરાદાપૂર્વકના દાવા તરીકે જોવામાં આવશે.
જુલાઈ ૧૯૪પ માં ન્યૂ મેક્સિકોના અલામોગોર્ડોમાં ર૦ કિલો ટન પરમાણુ બોમ્બના પરીક્ષણ સાથે યુનાઈટેડ સ્ટેટ્સે પરમાણુ યુગની શરૂઆત કરી અને પછી બીજા વિશ્વયુદ્ધનો અંત લાવવા માટે ઓગસ્ટ ૧૯૪પ મા જાપાની શહેરો હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ બોમ્બ ફેંક્યા તે પછી ભારત સહિતના દેશોમાં પરમાણુ શક્તિ વધારાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial