Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી
જામનગર તા. ૧૦: જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત તેમજ જામનગર જિલ્લાના ૬ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે આગામી તા. ૨૬-૪-૨૬, રવિવારના મતદાન યોજાનાર છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવતાની સાથે જ સમગ્ર જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલી બની છે. જે અંતર્ગત અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.એમ. કાથડ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત તથા જામનગર, કાલાવડ, લાલપુર, જામજોધપુર, ધ્રોલ અને જોડિયા તાલુકા પંચાયત વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષ, વ્યક્તિ, સંસ્થા કે ઉમેદવાર દ્વારા ચૂંટણી પ્રચાર માટે વપરાતા તમામ વાહનોને સંબંધિત ચૂંટણી અધિકારી પાસે રજિસ્ટર્ડ કરાવવાના રહેશે. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ મેળવેલી પરમિટ વાહનની વિન્ડ સ્ક્રીન પર અથવા દેખાઈ આવે તે રીતે ચોંટાડવાની રહેશે. આ પરમિટમાં વાહન ક્યા વિસ્તારમાં ઉપયોગમાં લેવાનું છે તેની સ્પષ્ટ વિગતો દર્શાવવી અનિવાર્ય છે અને તેનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરવામાં આવશે. યાંત્રિક શક્તિ કે અન્ય રીતે ચાલતી મીની બસ, ટેકસી, કાર, ટ્રક, ટ્રેકટર, રિક્ષા અને મોટરસાયકલ જેવા તમામ વાહનોને આ નિયમ લાગૂ પડશે. આ આદેશનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામું ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial