Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંતે કેન્દ્ર સરકારે રાહુલ ગાંધીની વર્ષો જુની માંગણી સ્વીકારવી પડી અને સામાન્ય લોકોની જરૂરિયાતોની વસ્તુઓ પર જીએસટી ઘટાડવો પડયો. તેવો દાવો કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસના કટાક્ષ મુજબ જીએસટી કાઉન્સીલનું સ્વરૂપ તો સર્વપક્ષીય છે અને તેને ઓટોનોમી અપાઈ હોવાની વાતો થાય છે, પરંતુ હકીકતે તો દિવાળી પહેલા જ જીએસટીમાં ધરખમ ઘટાડો થશે, તેવા સંકેતો ખુદ વડાપ્રધાને સ્વયં લાલકિલ્લા પરથી કરેલા સંબોધન દરમ્યાન આપી દીધા હતા, તેથી જીએસટી કાઉન્સીલ માત્ર ઔપચારિકતા જ રહી ગઈ છે અને વાસ્તવિક નિર્ણયો તો કેન્દ્ર સરકાર જ કરતી હોવાનું ફલિત થાય છે.
કોંગ્રેસના બેબાક નેતા જયરામ રમેશે કહ્યું કે કેન્દ્ર સરકારે વર્ષો સુધી રાહુલ ગાંધીની સલાહને અવગણી, અંતે એનડીએની સરકારે જ એ સલાહ સ્વીકારવી પડી, પરંતુ મનસ્વી રીતે સરકારે જીએસટી કાઉન્સીલની સત્તાઓ મર્યાદીત કરી દીધી હોય, તેવું લાગે છે.
કોંગ્રેસે એવો દાવો પણ કર્યો છે કે કોંગ્રેસ જીએસટી ૨.૦ની માંગણી લાંબા સમયથી કરી રહી હતી, અને સામાન્ય લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા રોજ-બરોજના માલ-સામાન પર જીએસટી ઘટાડી શકાય અને કેટેગરી સંબંધિત વિવાદોમાં ઘટાડો, કરચોરી પર અંકુશ આવે અને આઉટપુટ કરતા ઈનપુટ પર વધારે પડતા વસુલાતા કરવેરા નાબૂદ થાય. એવી માંગણી પણ કરવામાં આવી હતી કે એમએસએમઈ પર નિયમોનો બોજ ઘટાડવા અને જીએસટી નો વ્યાપ વધારવો જોઈએ, આ માંગણીઓની એનડીએ સરકારે ધરાર અવગણના કરી હતી.
સોશ્યલ મીડિયાના માધ્યમથી સાંસદ જયરામ રમેશે એવો દાવો પણ કર્યો કે જીએસટી ૧.૦માં ઘણી ખામીઓ હોવાની રજૂઆતો કોંગ્રેસે વર્ષ ૨૦૧૭થી જ શરૂ કરી હતી પરંતુ સરકારે તેના તરફ દુર્લક્ષ્ય સેવ્યું અને હવે એજ મોદી સરકારે ઝુકવું પડ્યું છેે. તે સમયે જીએસટી ૧.૦ ને સરળ અને જનલક્ષી ગણાવ્યા પછી વાહવાહી લૂંટી પરંતુ તે અવરોધક બન્યો અને હવે જીએસટી ૨.૦નો કોન્સેન્ટ સ્વીકારવો પડ્યો છે, પરંતુ હજુ સુધી જીએસટી ૨.૦ની વિભાવના પૂરેપૂરી સ્વીકૃત થઈ નથી, કારણ કે પ્રોડક્શન ફેકટરને પ્રોત્સાહન અને એમએસએમઈ પરનો બોજો ઘટાડવાની દિશામાં નક્કર પ્રગતિ થશે જ, તેવી સંભાવનાઓ અંગે આશંકાઓ છે. કોંગ્રેસે એવો કટાક્ષ પણ કર્યો છે કે ઘણાં વર્ષોથી કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધી જીએસટી ૧.૦ને ગબ્બરસિંહ ટેક્સ ગણાવીને તેમાં વ્યાપક ઘટાડાની માંગણી કરતા રહ્યા હતા, પરંતુ મોદી સરકારે તેના પ્રત્યે દુર્લક્ષ સેવ્યુ, અને હવે શાન ઠેકાણે આવી ગઈ છે, ઠીક છે, દેર આયે દૂરસ્ત આયે...
સોશ્યલ મીડિયામાં કોંગ્રેસના નેતાઓ તથા ખાસ કરીને રાહુલ ગાંધીના તદ્વિષયક જૂની કેટલીક પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે, અને તેના પર શાબ્દિક પ્રહારો અને પ્રતિપ્રહારોની જાણે આંધી ઉઠી છે.
દેશના પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરે કહ્યુું કે મોદી સરકારને ભૂલ સુધારતા ૮ વર્ષ લાગ્યા અને યૂ-ટર્ન લેવો પડ્યો.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટી વધુ સરળ થઈ ગયુ હોવાની વાત કરીને કેન્દ્ર-રાજ્ય સરકારોની બનેલી જીએસટી કાઉન્સીલ બે જ સ્ટેજ રાખ્યા હોવાનો નિર્ણય લીધો તેનો ફાયદો સીધો સામાન્ય જનતાને થશે અને નવરાત્રિ તથા ધનતેરસની રોનક વધશે, તેવું મંતવ્ય વ્યક્ત કર્યું છે. અને મીડિયાના મિત્રો નવા સુધારાઓને જીએસટી ૨.૦ ગણાવી રહ્યા છે, તેથી પનીરથી લઈને સાબુ શેમ્પુ સુધીની અનેક ચીજો સસ્તી થઈ જશે, દેશનું અર્થતંત્ર મજબૂત બનશે તેમાં પણ કટાક્ષ કર્યો કે કોંગ્રેસ તો બાળકોને ઉપયોગી સાયકલ પર ૧૭ ટકા અને ચોકલેટ પર ૨૧ ટકા ટેકસ લેતી હતી વગેરે...
મોદી સરકાર આ રિફોર્મ્સથી ગરીબ, મધ્યમ વર્ગ, યુવા વર્ગ, ખેડૂતો સહિત સૌને ફાયદો થશે. અને લોકોનું જીવનધોરણ સુધરશે, તેવો દાવો કરી રહી છે, ત્યારે કોંગ્રેસ કહે છે કે સો ચૂહા માર કે બિલ્લી હજ કો ચલી !
જે હોય તે ખરૃં, જીએસટી કાઉન્સીલ સ્વતંત્ર છે અને તેમાં એનડીએ, ઈન્ડિયા ગઠબંધનના ઘટક પક્ષો તથા અન્ય વિપક્ષો, સંચાલિત રાજય સરકારોનું પણ પ્રતિનિધિત્વ છે, ત્યારે જીએસટીમાં આ ફેરફારથી માત્ર મિત્રોને બદલે હવે સામાન્ય જનતાને પણ વાસ્તવમાં ફાયદો પહોંચે તેવું ઈચ્છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial