Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોણા ચારેક કરોડની રકમ થઈ હતી જમાઃ
જામનગર તા. ૧૬: જામનગરના કેટલાક આસામીઓ સાથે સાયબર ફ્રોડ થયા પછી સાયબર ક્રાઈમ પોલીસ તેની ગુપ્તરાહે તપાસ ચલાવી રહી હતી. જેમાં નાની માટલી ગામના એક શખ્સ તથા કણકોટ ગામના એક અને મેટોડાના બીજા શખ્સે અન્ય ત્રણ શખ્સને સાથે રાખી પોતાના બેંક એકાઉન્ટ ફ્રોડ ગેંગને વાપરવા આપ્યાની અને તે એકાઉન્ટમાં કુલ રૂ।.પોણા ચારેક કરોડ જમા થયાની વિગતો બહાર આવી છે. ગુન્હો નોંધી સાયબર ક્રાઈમ પોલીસે હાલમાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
જામનગરના કેટલાક આસામીઓ સાથે સાયબર ફ્રોડ આચરાયાની વિગતો સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને મળતા પીઆઈ આઈ.એ. ધાસુરાના વડપણ હેઠળની ટીમના આર.ડી. ટાંક, કાળુભાઈ વસરા વગેરેએ ટેકનિકલ એનાલિસિસ શરૂ કર્યું હતું. જેમાં કાલાવડ તાલુકાના નાની માટલી ગામના કનૈયાલાલ ખીમજીભાઈ સભાયા, ભગેડી ગામના લાખાભાઈ રાણાભાઈ ઝાપડા, મૂળ કેશોદ તાલુકાના મઘરવાડાના વતની અને હાલમાં મેટોડામાં રહેતા રાજકુમાર મુકેશભાઈ ઝાપડા નામના ત્રણ શખ્સના સગડ મળ્યા હતા.
વધુમાં ખૂલ્યા મુજબ કનૈયાલાલે પોતાના મળતીયાઓ સાથે મળી એક ગેંગ બનાવી હતી. જેમાં ઓનલાઈન ફ્રોડ કરતી ગેંગને કનૈયાલાલે એક્સિસ બેંકમાં દ્વારકાધીશ એન્ટરપ્રાઈઝ નામથી ખાતું ખોલાવી તેમાં જમા થતી રકમમાંથી કમીશન મેળવી બાકીની રકમ ઓનલાઈન ફ્રોડ કરતી ગેંગને સોંપ્યાનું જણાઈ આવ્યંુ હતું. જ્યારે કનૈયાલાલે પોતાના સાગરિત લાખાભાઈ રાજમુકેશભાઈ, ભાવનગરના શૈલેષ મકવાણા, પ્રકાશ કાનમીયા, આર્યન પટેલને સાથે રાખી ઉપરોક્ત રકમ ઠગાઈ કરી પોતાના બેંક એકાઉન્ટમાં જમા થાય છે તેમ જાણવા છતાં બેંક એકાઉન્ટ વાપરવા આપ્યા હતા.
તેમના એકાઉન્ટમાં જુદા જુદા સમયે કુલ રૂ।.૨,૮૦,૩૨,૨૦૭ જમા થવા ઉપરાંત અન્ય ગેરકાયદે વ્યવહારના મળી કુલ રૂ।.૩,૮૬,૭૪,૭૫૬ જમા થયા હતા. તે તમામ વિગતો સાયબર ક્રાઈમ પોલીસે મેળવ્યા પછી કનૈયાલાલ, લાખા તથા રાજકુમારની ધરપકડ કરી લીધી છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.પી. ઠાકુર તપાસ ચલાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial