Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકોમાં ભારે ફફડાટઃ
ખંભાળીયા તા. ૨૫: ખંભાળીયા શહેર તથા નજીકના વિસ્તારોમાં રખડતા કૂતરાનો ત્રાસ વધી ગયો હોય તેમ તાજેતરમાં શક્તિનગર, બંગલાવાડી વિસ્તારમાં બે વર્ષની એક બાળકી ને કરડતા તથા તેને બચાવવા ગયેલા તેના દાદા-દાદીને પણ કૂતરાએ બટકા ભરતા બંનેને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારે ખાલી સરકારી હોસ્પિટલમાં જ દોઢ માસમાં સવા ચારસો જેટલા કેસો કૂતરા કરડવાની સારવારના નોંધાવાનું બહાર આવ્યું હતું.
ખંભાળીયાની સરકારી હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. કેતન જોશીએ જણાવેલ કે જાન્યુઆરી માસમાં રખડતા કૂતરા કરડવાના ૨૬૫ કેસો નોંધાયા હતા જ્યારે ફેબ્રુઆરી ૨૦ સુધીમાં વધુ ૧૫૦ કેસો નોંધાયા છે. આમ, ૪૧૫ કેસો દોઢેક માસમાં જ નોંધાયા છે. સામાન્ય કૂતરા કરડવાની સારવાર માટે આવતા લોકોની સંખ્યા તો અલગ. રખડતા અને ત્રાસ આપતા કૂતરાઓના વિસ્તારોમાંથી આવા કૂતરા પકડીને અન્ય સ્થળે મૂકવા લોકોની માંગણી ઉઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial