Advertisement
Author: નોબત સમાચાર

ચૂંટણીની તારીખો જાહેર થતા પહેલા જ રાજકીય ક્ષેત્રે ધરતીકંપઃ મોટા માથાઓના રાજીનામા

રાજકીય પક્ષોમાં આંતરિક અસંતોષનો ઉકળતો ચરૂ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી જાહેર થાય, તે પહેલા જ રાજકીય ક્ષેત્રે જાણે ધરતીકંપ આવ્યો હોય તેમ મોટા માથાઓના રાજીનામાઓનો સીલસીલો શરૂ થયો છે.

ગુજરાત મહાનગર પાલિકાઓ તથા નગરપાલિકાઓ, જિલ્લા-તાલુકા પંચાયતોની મુદ્ત પૂરી થઈ ગઈ છે, ત્યાં અત્યારે વહીવટદારોનું શાસન છે અને આ અઠવાડિયે જ રાજ્યનું ચૂંટણી પંચ આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી સંભાવના છે.

બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી, સેન્સ તથા પ્રચાર-પ્રસારના પૂર્વ પ્લાનિંગ માટે આજથી જ હડિયાપટ્ટી વધી રહેલ જોવા મળે છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા તથા ઉમેદવારીના દાવાઓ કરવાની સાથે સાથે આજથી જ શરૂ થયેલી ચહલ-પહલના કારણે જામનગર શહેર ભાજપના કાર્યાલય પર નેતાઓ અને કાર્યકર્તાઓની અવર-જવર વધી રહી છે, તો શહેર કોંગ્રેસનું કાર્યાલય પણ ધમધમવા લાગ્યું છે અને ભાજપ પર ચાર્જશીટ મૂક્યા પછી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

આમ આદમી પાર્ટી દ્વારા પણ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ગુપચુપ તૈયારીઓ થઈ રહી હોય તેમ જણાય છે અને જામજોધપુર-લાલપુરથી આમ આદમી પાર્ટીએ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે બ્યુગલ ફૂંક્યું છે.

આ બધી ઘટનાઓ વચ્ચે કેટલીક રાજકીય હલચલ પણ વધી રહી છે. આ વખતે જેને ચૂંટણીમાં ઝપલાવ્યુું જ છે, તેવા ૪ ઉમેદવારો ટિકિટ ન મળે, તો પણ અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવશે, તેમ જણાય છે.

એએફબી ન્યૂઝ એજન્સીના અહેવાલો મુજબ જામનગર સહિત હાલારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થાય, તે પહેલા જ ધરતીકંપ સર્જાયો છે અને નવા નાણાકીય વર્ષના પહેલા જ દિવસે કેટલાક દિગ્ગજ નેતાઓએ પાર્ટી અને પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામા ધરી દીધા છે. રાજીનામા આપનારા નેતાઓમાં ભૂતકાળમાં ઉચ્ચ સત્તાસ્થાને બિરાજેલા નેતાઓ પણ છે અને પાર્ટીમાં ઉચ્ચ સ્થાને સેવા આપી ચૂકેલા નેતાઓ પણ છે. આંચકાજનક બાબત એ છે કે આ સામૂહિક રાજીનામાઓ આપનાર નેતાઓ સાથે મોટી સંખ્યામાં તેઓના સમર્થકો પણ જોડાયા છે, અને આજે સાંજ સુધીમાં પ્રેસ-કોન્ફરન્સ યોજીને હજુ પણ વધુ રાજીનામાઓની જાહેરાત થઈ શકે છે. આ ઉપરાંત આજે જ કોઈ મોટી જાહેરાત થઈ શકે છે. સામૂહિક રાજીનામા આપનાર નેતાઓ તથા તેના સમર્થકો કોઈ રાજકીય પક્ષમાં જોડાય છે કે પછી પોતાનું અલગ જ જુથ રચીને પડકાર ફેંકે છે, તે અંગે તર્ક-વિતર્કો થઈ રહ્યા છે. આ સામૂહિક રાજીનામાઓ પછી રાજ્ય અને કેન્દ્રિય કક્ષાના નેતાઓ પણ વિમાસણમાં મૂકાયા હોવાનું જાણવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh