Advertisement
Author: નોબત સમાચાર

વાહન અકસ્માતનું વળતર ન ચૂકવનાર વીમા કંપનીને ગ્રાહક ફોરમમાં લપડાક

વ્યાજ સાથે વળતરનો આદેશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: ધ્રોલના એક આસામીના ટ્રકને થયેલી નુકસાનીનું વળતર ન ચૂકવનાર વીમા કંપની સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાતા વ્યાજ સાથે વળતર ચૂકવવા હુકમ કરાયો છે.

ધ્રોલના દિલીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજાના ટ્રકને ગઈ તા.પ-૭-ર૪ના દિને માળીયા પાસે અકસ્માત થતાં તેનું વળતર મેળવવા ટ્રકની વીમા કંપની-રિલાયન્સ જનરલ ઈન્સ્યુરન્સ કંપનીને જાણ કરાઈ હતી. તેનો ક્લેઈમ ચૂકવવામાં ન આવતા દિલીપસિંહે જામનગર ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરી હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે રૂ. ૮,૫૨,૯૪૩ વ્યાજ સાથે ચૂકવવા અને રૂ. પ હજાર ખર્ચ પેટે અલગથી આપવા હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ સોહિલ બેલીમ, હુસેન ખીરા રોકાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh