Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા સંકલન સમિતિમાં
જામનગર તા. ૧૦: જામજોધપુર-લાલપુર વિસ્તારના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ જામનગર કલેકટર કચેરીમાં જિલ્લા પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષસ્થાને મળેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જનતાના પડતર પ્રશ્નો મુદ્દે આક્રમક રજૂઆતો કરી હતી. ધારાસભ્યએ વહીવટી તંત્રને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ હતું કે વિકાસના નામે ખેડૂતોના હક્ક સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. ધારાસભ્યએ મુખ્યત્વે હાઈટેન્શન વીજ લાઈનનો મુદ્દો ઉઠાવ્યો હતો. લાલપુર અને જામજોધપુર વિસ્તારમાં ખાનગી કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીનમાંથી વીજલાઈનો પસાર કરવામાં આવે છે, ત્યારે ખેડૂતોને ન્યાયિક અને મહત્તમ વળતર મળે તે માટે તાત્કાલિક ડ્રિસ્ટ્રીક્ટ લેવલ પર્ચેઝ કમિટીની રચના કરી પારદર્શી ભાવો નક્કી કરવા સૂચન કર્યું હતું. આ ઉપરાંત જમીન માપણીના વર્ષો જુના કેસ જે પડતર છે, તેના કારણે ખેડૂતો કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. આ વિવાદોનો કાયમી નિકાલ લાવી તેની વિગતો ૭/૧૨ના નમૂનામાં અસર તરીકે દાખલ કરવા તંત્રને કડક સૂચના આપી હતી.
વન વિભાગની મંજુરીના અભાવે છેલ્લા ઘણાં સમયથી ઘૂનડા-ટેભડા, લાલવડાનેશ- સતાપર, લાલપુર-ખટીયા અને મોટી ભરડ-ભરડકી જેવા મહત્ત્વના પ રસ્તાઓના કામ અટકેલા છે. આ રસ્તાઓ ગ્રામીણ જનતા માટે જીવાદોરી સમાન હોય, વન વિભાગ સાથે સંકલન સાધી કામગીરી ત્વરિત શરૂ કરવા જણાવ્યુ હતુ. આ સાથે જ, હનુમાનગઢ-તરસાઈ-જામજોધપુર અને મોટી ગોપ-ધ્રાફા રોડના વાઈડનિંગ (પહોળા કરવા)ની મંજુરી આપવા મંત્રીને રજૂઆત કરી હતી.
જીણાવારી ડેમના પ્રોજેકટ માટે જમીન સંપાદનની પ્રક્રિયા ઝડપી બનાવી ગ્રાઉન્ડ લેવલ પર કામ શરૂ કરવા અને અધિકારીઓને સર્વે રિપોર્ટ આપવા તાકિદ કરી હતી.
સૌની યોજનાના લાલપુર-જામજોધપુરના જે ગામો હજુ પણ આ યોજનાથી વંંચિત છે, તેવા લાલપુર તાલુકાના ગામોને સૌની યોજના લિંક-૧ અંતર્ગત તે ગામોનું સર્વે કામગીરી પૂર્ણ થયેલ છે ત્યાં કામો શરૂ કરવા અને જામજોધપુર તાલુકામાં લિંક-૩ અંતર્ગત જે કામોનો સમાવેશ થયેલ નથી તેવા ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરવા માટે સૂચનો કર્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial