Advertisement
Author: નોબત સમાચાર

દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા ૨૦૨૫ના ફોર્મ સ્વીકારવાની અંતિમ તારીખ લંબાવાઈ

જામનગર જિલ્લામાં દિવ્યાંગ અધિકારીઓ/ કર્મચારીઓ તા. ૩૦ માર્ચ સુધી અરજી કરી શકાશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: સરકાર દ્વારા શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/ સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને  દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસરોને રાજ્ય કક્ષાના પરિતોષિક આપવાની યોજના અમલમાં છે. કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ, અધિકારીઓએ તેમજ દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીઓ(નોકરીદાતઓ) દિવ્યાંગ- પરિતોષિક* મેળવી શકે છે.

દિવ્યાંગ પરિતોષિક મેળવવા ઇચ્છુક દિવ્યાંગ કર્મચારીઓ/અધિકારીઓ અથવા દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીઓએ લાગુ પડતા ફોર્મમાં જરૂરી વિગતો ભરીને, જરૂરી આધાર સાથે (૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગ હોવાનું- ત્રણ માસથી જૂનું ન હોય તેવું- તબીબી પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો, ખોડ દર્શાવતો પોસ્ટકાર્ડ સાઈઝનો ફોટો અને અન્ય વિગતો વગેરે સાથે) જામનગર જિલ્લા રોજગાર કચેરીને તા.૩૦ માર્ચ, ૨૦૨૬ સુધીમાં, ત્રણ નકલમાં રૂબરૂ કે ટપાલથી મોકલી આપવાનું રહેશે.

દિવ્યાંગ કર્મચારીઓ રાજ્ય પરિતોષિક માટે પરિશિષ્ટ-અ ભરવાનું છે, દિવ્યાંગ વ્યક્તિઓને કામે રાખનાર નોકરીદાતાઑએ એનેક્ષ્ચર *સી* અંગ્રેજીમાં, પ્લેસમેંટ ઓફિસરો માટે એનેક્ષ્ચર *એ* અંગ્રેજીમાં, સ્વરોજગાર કરતા દિવ્યાંગ વ્યક્તિઓએ પરિશિષ્ટ-બ* ભરવાનું રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh