Advertisement
Author: નોબત સમાચાર

ડોળા કેમ કાઢશ તેમ કહી યુવાનને ચાર શખ્સે ગાળો ભાંડી ધમકાવ્યો

બીજે રહેવા ચાલ્યો જવાની સૂચના અપાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગરના પુનીતનગરના એક યુવાનને ગઈકાલે સાંજે ત્રણ શખ્સે ડોળા કાઢવા અને કાતર મારવાના પ્રશ્ને ગાળો ભાંડી ધમકી આપી હતી.

જામનગરના ગાંધીનગર વિસ્તાર નજીકના પુનીતનગરની શેરી નં.૩માં રહેતા કુલદીપસિંહ લાલુભા જાડેજા નામના યુવાન ગઈકાલે સાંજે નવા સ્મશાન નજીક આવેલા એક હોલ પાસે પાનની દુકાને સિગારેટ પીવા માટે ગયા હતા. ત્યારે ત્યાં હાજર સુખદેવસિંહ ભનુભા ચુડાસમાએ મારી સામે કાતર કેમ મારશ તેમ કહેતા કુલદીપસિંહે હું તેમ નથી કરતો તેમ કહ્યું હતું.

આથી ઉશ્કેરાયેલા સુખદેવસિંહ અને હરેન્દ્રસિંહ ભનુભા ચુડાસમા ઉર્ફે પ્રદીપસિંહ, વિજયસિંહ જશુભા ચાવડાએ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા ઉપરાંત આ વિસ્તાર મૂકી બીજે રહેવા જતો રહે તેમ કહેતા કુલદીપસિંહે ત્રણેય સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh