Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
 
                                                    કેટલાક પેપરોની તારીખ બદલવામાં આવીઃ
જામનગર તા. ૩૧ઃ સીબીએસઈ દ્વારા ધો. ૧૦ અને ૧ર ની આગામી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે, જેમાં કેટલાક ફેરફારો દર્શાવ્યા છે. અમુક પેપરને પાછલી તારીખથી આગલી તારીખમાં ગોઠવી દેવાયા છે. આ પરીક્ષા ૧૦ માર્ચના પૂર્ણ થશે.
આગામી તા. ૧૭ ફેબ્રુઆરીથી ધો. ૧૦ અને ૧ર (સીબીએસઈ)ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આ પરીક્ષાનો ફાઈનલ કાર્યક્રમ જાહેર થયો છે, જો કે અગાઉ જાહેર થયેલ તારીખમાં ખાસ ફેરફાર થયો નથી, પરંતુ પેપરો આગળ-પાછળની તારીખોમાં ગોઠવી દેવાયા છે.
ધો. ૧૦ મા અગાઉ ૧૮-ર-ર૦ર૬ ના હેલ્થ કેર, ડેટા સાયન્સ, ઈલેક્ટ્રોનિક્સ, હાર્ડવેર, રીટેઈલ, ઓટોમેટીવ, રીટેઈલ ફૂડ પ્રોડક્શન અને એગ્રીકલ્ચર સહિતના પેપર હતાં તે હવે તા. ર૬ ના લેવાશે તેમજ હોમ સાયન્સની ૫રીક્ષા તા. ૧૮ ના લેવાશે.
અગાઉ તા. ર૩ ના ફ્રેચનું પેપર હતું તેના બદલે ઉર્દુ, કોમર્સ-એ, પંજાબી, ગુજરાતી વિગેરે ભાષાનું પેપર લેવાશે. આ પેપર હવે તા. ર૪-ર-ર૦ર૬ ના લેવાશે. પાંચમી માર્ચ પેન્ટીંગની પરીક્ષા હતી તેના બદલે અન્ય ભાષાની પરીક્ષા લેવાશે, અને પેન્ટીંગની પરીક્ષા ૬ માર્ચના લેવાશે. અગાઉ તા. ૯ ના પરીક્ષા પૂર્ણ થતી હોવાનું જાહેર થયું હતું, પરંતુ હવે તા. ૧૦ ના પરીક્ષા પૂર્ણ થશે.
તેવી જ રીતે ધો. ૧ર મા તા. ર૧-ર-ર૦ર૬ ના બિઝનેસ સ્ટડી અને બિઝનેસ એડમીનીસ્ટ્રેટીવના પેપર લેવાના હતાં તેના બદલે ઓટોમેટિવ અને ફેશન સ્ટડીઝ રહેશે. તા. ર૩ ના સાયકોલોજીના બદલે માસ મીડિયા અને ડિઝાઈન થીંકીંગ પેપર લેવાશે. તા. ર૪ ના ફેશન સ્ટડીના બદલે એકાઉન્ટન્સીનું પેપર રહેશે તથા તા. ૧૭ માર્ચના ગુજરાતી સહિતના ભાષાના પેપર તા. ર૬ માર્ચના લેવાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
 
  