Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતિ સમિતિની બેઠકઃ કામગીરીની સમીક્ષા

ખંભાળીયાની કલેક્ટર કચેરીમાં

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨: દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતિ સમિતિની બેઠક જિલ્લા સેવા સદન, ખંભાળીયામાં યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાની માર્ગ સલામતિની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.

ગત મિટિંગમાં થયેલ ચર્ચા અનુસાર અકસ્માત નિવારણ અંગેની કામગીરીની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓ દ્વારા તાકીદે કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત હાઈ-વે પર અનઅધિકૃત ગેપ ઈન મીડિયમ તાત્કાલીક અસરથી બંધ કરવા તેમજ માર્ગ સલામતિ માટે રેડિયમ રિફ્લેકટર્સ લગાવવા સૂચના આપવામાં આવી હતી.

ફૂલડોલ ઉત્સવ દરમિયાન જાહેર માર્ગો પર સાઈન એજિસ લગાવવા તેમજ યાત્રિકોની સલામતિ આનુષંગિક પગલાં લેવા તેમજ સઘન પેટ્રોલિંગ વધારવા માટે પોલીસ અધિકક્ષ દ્વારા સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, એઆરટીઓ તેમજ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh