Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજયના પ્રવાસનમંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે
ખંભાળિયા તા. ૨૮: ખંભાળિયાથી એસટી વિભાગની છ નવી બસોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવતા મંત્રી મૂળુભાઈ બેરાએ કહ્યુ હતુ કે યાતાયાતના માધ્યમોમાં એસટી બસો મહત્ત્વનું અંગ છે.
રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા ક્લાયમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા તથા મહાનુભાવો એ ખંભાળિયા ડેપોથી ૬ નવીન બસોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ તકે મંત્રી મૂળુભાઇ બેરાએ કહૃાું હતું કે, યાતાયાતના માધ્યમોમાં એસ.ટી બસ પાયાનું તથા અગત્યનું માધ્યમ રહૃાું છે. મુસાફરોની સલામતી અને આરામદાયક મુસાફરી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહી છે. મુખ્યમંત્રી અને વાહનવ્યવહાર મંત્રી દ્વારા સમયાંતરે નવીન બસોની ફાળવણી કરવામાં આવી રહી છે જે છેવાડાના માનવીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે.
વધુમાં મંત્રીશ્રીએ કહૃાું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વમાં રાજ્યમાં પ્રવાસન સ્થળોનો અભૂતપૂર્વ વિકાસ થઈ રહૃાો છે. આ પ્રવાસન સ્થળો પર સહેલાઈથી પ્રવાસીઓ પહોંચી શકે તે માટેના રૂટ પણ એસટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી રહૃાા છે. અતિ આધુનિક બસોમાં સલામતી, સ્વચ્છતા અને સમયબદ્ધતા સુનિશ્ચિત થતા હાલની એસટી બસો ખાનગી બસોને પણ ટક્કર આપી રહી છે.
લોકાર્પણ કરવામાં આવેલ છ બસોમાં કુલ ચાર ડિલક્ષ એક્ષપ્રેસ તથા બે મીની બસો ખંભાળિયા ડેપોને ફાળવવામાં આવી છે. જેમાં સલાયા જખૌ સોલ્ટ રૂટ પર બે ડિલક્ષ એક્ષપ્રેસ (સમય ૧૭.૩૦ કલાકે), ખંભાળિયા તુલસીશ્યામ રૂટ પર બે ડિલક્ષ એક્ષપ્રેસ (સવારે ૧૦ વાગ્યે) તથા ખંભાળિયા રાજકોટ રૂટ પર બે મીની બસ (સમય સવારે ૬.૪૫ તથા ૧૪.૩૦ કલાકે) ખંભાળિયા ડેપો ખાતેથી નિકળશે.
આ તકે જિલ્લા પંચાયત સદસ્ય સંજયભાઈ નકુમ, પ્રાંત અધિકારી કે.કે.કરમટા, જામનગર એસટી વિભાગીય નિયામક જાડેજા, અગ્રણી સર્વે મયુરભાઈ ગઢવી, પી.એસ.જાડેજા, એભાભાઈ કરમૂર, રસિકભાઈ નકુમ, પ્રતાપભાઇ પિંડારિયા, કાનાભાઈ કરમૂર, મોહિતભાઈ મોટાણી સહિત સ્થાનિક અગ્રણીઓ તથા એસટી વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial