Advertisement
Author: નોબત સમાચાર

જૂના રેલવે સ્ટેશન પાસે યુવાન પર ત્રણનો હુમલો

હલ્લાની રાવ પછી વળતી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૧૯: જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે મંગળવારની રાત્રે એક યુવાન પર ત્રણ શખ્સે ઢીકાપાટુ, ધોકાથી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. ગઈકાલે સામાપક્ષે હુમલાની કરેલી ફરિયાદ પછી વળતી ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે ભીમવાસની શેરી નં.૩માં રહેતા રોહિત હીરજીભાઈ ગોહિલ નામના યુવાન પર મંગળવારની રાત્રે કમલ ચાવડા, દેવેન્દ્ર ચાવડા ઉર્ફે ડેવીલ, કમલના ભાણેજ દ્વારા ધોકા, ઢીકાપાટુથી હુમલો કરાયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

મંગળવારે રાત્રે સામાપક્ષના કમલ માવજીભાઈ ચાવડાએ ફોટા પાડવાની બાબતે અગાઉ થયેલી બોલાચાલી પછી રોહિત, રામ મદ્રાસી, મહંમદ દલ, ઓસમાણ દલ નામના ચાર શખ્સે હુમલો કર્યાની ફરિયાદ કરાયા પછી વળતી ફરિયાદ થઈ છે. ફરિયાદમાં રોહિતે જણાવ્યા મુજબ મંગળવારની રાત્રે કમલે ગાળો ભાંડી ફડાકા ઝીંક્યા હતા. દેવેન્દ્રે લાતો મારી હતી. કમલના ભાણેજે વાળ પકડી મારી નાખવાની ધમકી આપી હતી અને વચ્ચે પડનાર વ્યક્તિને દેવેન્દ્રએ મોઢા પર ધોકો ફટકાર્યાે હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh