Advertisement
Author: નોબત સમાચાર

જાંબુડાના પાટીયા પાસે મોટરમાંથી બીયરના ૭૪૪ ટીન કબજેઃ ચાલક પલાયન થઈ ગયો

એલસીબીએ ચાલક-માલિકની શોધખોળ હાથ ધરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જાંબુડા ગામના પાટીયા પાસે પૂર્વ બાતમીના આધારે વોચમાં રહેલી એલસીબી ટીમે એક મોટર રોકાવી હતી. તે મોટર ઉભી રાખી તેનો ચાલક નાસી ગયો હતો. મોટરની તલાશી લેવાતા તેમાંથી બીયરના ૭૪૪ ટીન મળી આવ્યા છે. કુલ રૂ।.૩,૩૯,૬૮૦નો મુદ્દામાલ કબજે કરાયો છે અને મોટરના ચાલક-માલિકની શોધ આરંભાઈ છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જાંબુડા પાટીયા પાસે એક મોટરમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી એલસીબીના ભયપાલસિંહ, સુમિત શિયાર, અજય વિરડાને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને તેનાથી વાકેફ કરાયા પછી એલસીબી સ્ટાફે પીએસઆઈ સી.એમ. કાંટેલીયા, એમ.વી. ભાટીયાના વડપણ હેઠળ વોચ ગોઠવી હતી.

તે દરમિયાન જાંબુડા પાટીયા પહેલા એક હોટલ નજીક પેટ્રોલપંપ સામેથી દોડી જતી જીજે-૭-એઆર ૫૯૮૮ નંબરની વર્ના મોટરને રોકી લેવામાં આવી હતી. મોટર ઉભી રાખી તેનો ચાલક ઉતરીને નાસી ગયો હતો. એલસીબી ટીમે મોટરની તલાશી લેવાતા તેમાંથી બીયરના અલગ અલગ બ્રાંડના ૭૪૪ ટીન મળી આવ્યા છે. અંદાજે રૂ।.૧,૩૯,૬૮૦ના બીયરના ટીન તથા રૂ।.ર લાખની મોટર કબજે કરી લઈ એલસીબીએ તેના ચાલક તથા માલિકની શોધ આરંભી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh