Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના રામનગરમાં પ્રૌઢ પર પુત્ર, પત્નીનો ચેઈન-લાકડીથી હુમલો

પત્નીએ કુહાડો બતાવી પતાવી દેવા ધમકી આપીઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૨૭: ખંભાળિયાના રામનગરમાં રહેતા એક પ્રૌઢ પર બુધવારની રાત્રે પત્ની તથા પુત્રએ હુમલો કરી માર માર્યાે હતો. પુત્રએ મોટરસાયકલનો ચેઈન હાથમાં વીટી પિતાને માથા તથા નાકમાં ઈજા કરી હતી અને પત્નીએ લાકડીથી ફટકારી કુહાડો બતાવી પતાવી દેવાની ધમકી આપી હતી.

આ ચકચારી બનાવની વધુ વિગત મુજબ ખંભાળિયા શહેરના કણઝાર ચોકડી નજીકના રામનગરમાં રહેતા દિલીપગર શિવગર ગોસ્વામી નામના પ્રૌઢ બુધવારે રાત્રે પોતાના ઘરમાં પુત્ર નીલ સાથે તરબૂચ ખાઈ રહ્યા હતા. ત્યારે બીજો પુત્ર દિક્ષીત ત્યાં આવ્યો હતો. તેણે પોતાના માતા શિતમબેનને ત્યાં સૂવંુ છે તેમ કહેતા પિતા દિલીપગરે તો હુ ક્યા સૂવા જાઉં? તેમ પૂછતા ઝઘડો થયો હતો.

ત્યારપછી દિક્ષીતે મોટરસાયકલનો ચેઈન હાથમાં વીટી પિતા પર હુમલો કરી નાક તથા માથામાં ઈજા પહોંચાડી હતી અને દિલીપગરના પત્ની શિતમબેન લાકડીથી તૂટી પડયા હતા અને ઢીકાપાટુથી માર માર્યાે હતો. તે પછી શિતલબેને કુહાડો ઉપાડી કાંઈ બોલીશ તો વાહન નીચે કચડાવીને અથવા ઝેરી પ્રવાહી પીવડાવીને પતાવી દઈશું તેવી ધમકી આપતા દિલીપગરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh