Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાદેવીયામાં યુવાનને વીજ આંચકો ભરખી ગયોઃ
જામનગર તા. ૨૮: જામનગરના નંદન પાર્ક-રમાં રહેતા એક પ્રૌઢને ગભરામણ થવા લાગતા અને શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેઓનું મૃત્યુ થયું છે. જ્યારે ખંભાળિયાના મહાદેવીયામાં વીજ આંચકો લાગતા એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે બંને બનાવ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જામનગરના રામેશ્વરનગર પાછળ આવેલા નંદન પાર્ક-રમાં રહેતા જયદેવસિંહ બાબુભા જાડેજા (ઉ.વ.પ૮) નામના પ્રૌઢ મંગળવારે પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં ગભરામણ થવા લાગતા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આ પ્રૌઢનું મૃત્યુ થયાનું તેમના પુત્ર દિવ્યરાજસિંહ જાડેજાએ પોલીસમાં જાહેર કર્યું છે. જમાદાર પી.કે. વાઘેલાએ અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
ખંભાળિયા તાલુકાના મહાદેવીયા ગામમાં રહેતા રાજશીભાઈ નગાભાઈ કોટા (ઉ.વ.૪૮) નામના યુવાન ગઈકાલે સવારે ગામની સીમમાં આવેલા પોતાના ખેતરે હતા ત્યારે તેઓને કોઈ રીતે વીજશોક લાગતા તેઓનું મૃત્યુ થયાનું નાનાભાઈ ગોવાભાઈ કોટાએ પોલીસમાં જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial